જમણા હાથ પર લાલ નરાસરી બાંધવાથી થાય છે અનેક ફાયદા જે ૯૦ ટકા લોકોને ખબર નહીં હોય.
હિન્દૂ ધર્મમાં જયારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે. ત્યારે જમણા હાથના કાંડા પર લાલ દોરો બાંધવામાં આવે છે. જેને નરાસરી અથવા મૌલી પણ કહેવામાં આવે છે. જેના આપણને ખુબજ ફાયદાઓ થાય છે. શાસ્ત્રો અનુસાર આ લાલ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. કોઈપણ પૂજા લાલ દોરો બાંધ્યાં પછી જ શરૂ કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુએ લાલ દોરો રાજા બલિના જમણા હાથ પર બાંધ્યો હતો. આ પછી જમણા હાથ પર લાલ દોરો બાંધવાનું પ્રચલન વધી ગયું. લાલ દોરામાં ત્રિદેવ અને ત્રિદેવીઓનો નિવાસ માનવામાં આવે છે.
આ દોરાને કાંડા પર બાંધવાથી સ્વયંમ ભગવાન તમારું રક્ષણ કરે છે. માટે લાલ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. લાલ દોરો હાથ પર બાંધવાથી શરીરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થતો નથી. તમને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.
લાલ દોરો હાથ પર બાંધવાથી શરીરને ઉર્જા મળે છે. મન હંમેશા શાંત રહે છે અને મનમાં હકારાત્મક વિચારો જ આવે છે. લાલ દોરો હાથ પર બાંધવાથી બીમારીઓ પણ તમારાથી કોસો દૂર રહે છે.
પરુષોએ લાલ દોરો પોતાના જમણા હાથ પર બાંધવો જોઇએ. પરણિત મહિલાઓએ લાલ દોરો તેમના ડાબા હાથ પર બાંધવો જોઈએ અને કુંવારી છોકરીઓએ લાલ દોરો તેમના જમણા હાથ પર બાંધવો જોઈએ.
નોંધ : અમારો એવો કોઈ પ્રયાસ નથી કે જેનાથી સમાજ માં અંધ શ્રદ્ધા ફેલાય, આ મળતી માહિતી અમને ઇન્ટરનેટ દ્વારા મળેલ છે