ઝઘડિયામાં નજીવી બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થતા પુત્રએ પિતા સાથે જે કર્યું તે જાણીને આખા ગામમાં ખળભરાટ મચી ગયો…
આજના સમયમાં આપણને શાંતિ અને સહન શક્તિ લોકોમાં ખૂટી ગઈ હોય એવું જોવા મળે છે, કેમ કે નાની નાની વાતોમાં લોકો ગુસ્સામાં આવી જતા હોય છે. આ ગુસ્સામાં આવીને લોકો એવું પગલું ભરતા હોય છે કે તેમાં કેટલાય લોકોની હત્યા કરી દેતા હોય છે.
સાથે નજીવી બાબતે ખોટું લગાડીને પણ લોકો તેમનું જીવન ટૂંકાવી લેતા હોય છે.હાલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં એક દીકરાએ જ તેના પિતાની હત્યા કરી દીધી છે, આ કિસ્સો ભરૂચના ઝગડિયાનો છે.
અહીંયા લીંબેટ ગામે નાની વાતે ગુસ્સે થઈને દીકરાએ જ પિતાને માર માર્યો હતો અને તેમાં પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. આ યુવકનું નામ સંજયભાઈ છે અને તેના પિતાનું નામ છીનભાઈ વચ્ચે હાલમાં નજીવી બાબતે બોલાચાલી થઇ હતી.
આ બોલાચાલી ઉગ્ર બનતા બંને વચ્ચે ઝગડો થયો અને તેમાં મારા-મારી થઇ અને સંજયે તેના પિતાને માર માર્યો અને તેમની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પિતાને સંજય સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ ગયો હતો અને ત્યાં ડોક્ટરોએ સારવાર ચાલુ કરી અને થોડા જ સમયમાં પિતાનું મૃત્યુ થઇ ગયું.
આ ઘટના વિષે જયારે પોલીસને જાણ થઇ તો પોલીસ પણ દોડી આવી હતી.પોલીસે આવીને આગળની તપાસ ચાલુ કરી હતી અને આ ઘટના બન્યા પછી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સાથે જ આખા ગામમાં પણ અરેરાટી સર્જાઈ ગઈ હતી. આવી ઘટનાઓ આજે રોજે રોજ વધી રહી છે લોકો ગુસ્સામાં આવીને આવા પગલાંઓ ભરી દેતા હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.