ઝાડા થઇ જાય તો, તરત જ આ ઉપાય કરી લો…

વ્યક્તિઓને કોઈક દિવસ અથવા તો કોઈ કારણેથી શરીરમાં મોટી મોટી બીમારીઓ ઘર કરી જતી હોય છે. તેની સાથે સાથે અમુક વાર લોકોને ઝાડા જેવી સમસ્યાઓ થઇ જતી હોય છે. તો આ ઝાડા થઇ જાય તેવામાં તમારે તરત જ આ ઘર ગથ્થું ઉપાય કરી લેવાનો છે.

આમ સાંભરવામાં તો સામાન્ય તકલીફ છે, પણ જો કોઈ કાળજી ના લેવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ઝાડા થવા પાછળ કોઈ મોટા કારણો જવાબદાર નથી હોતા પણ આંતરડામાં ચેપ લાગે તો તેનાથી ઝાડા થઇ શકે છે.

બહારથી જીવાણુ પેટમાં જાય છે અને તેનાથી આ તકલીફ પડતી હોય છે. આપણું શરીર આવા બેકટેરિયાને બહાર કાઢવાનું કામ તાત્કાલિક કરે છે. ઝાડા થવાથી શરીરમાં પાણી ઓછું થઇ જાય છે એટલે તમારે જેટલી વાર જાઓ છો તેટલી વાર પાણી પીવાનું રાખો.

તાત્કાલિક ઝાડાને રોકવા માટે તમારે જયારે ઝાડા થઇ જાય એટલે આદુ લેવાનું છે, તેનો રસ કાઢી લેવાનો છે. આ રસના બે ટીપા જેટલો રસ કાઢવાનો છે. ત્યારબાદ તમે એકાદ વખતે ઝાડા જઈને આવો ત્યારે આદુનો બે ટીપા રસ નાભિમાં નાખીને ૧૦ મિનિટ સુઈ જવાનું છે.

જેનાથી ટૂંક જ સમયમાં ઝાડની સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. તેમ જ દેશી ORS બનાવને પીવાનું છે, તેની માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાંડ અને થોડુંક મીઠું નાખીને બરાબર મિક્સ કરીને પીવાનું છે. આટલું કરવાથી તમને એકાદ જ દિવસમાં ઝાડા મટી જશે. એક વાર નિષ્ણાતની સલાહ લેવી ફરજીયાત છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!