ઇટલીના આ ડોક્ટર દંપતીએ અનાથ બાળકને દત્તક લઈને હવે તેને માતા પિતાનો પ્રેમ આપી તેનું નસીબ બદલશે.

કોઈ અનાથ બાળકને માતા પિતાનો પ્રેમ મળી જાય તો તેમાંથી મોટી બીજી વાત શું હોઈ શકે છે. બિહારના હાજીપુરથી આવી જ દિલને ખુશ કરી દે તેવા એક સમાચાર સામે આવ્યા છે. જ્યાં ઈટલીના એક ડોક્ટર દંપતીએ હાજીપુરના એક અનાથ બાળકને દત્તક લઈને તેનું જીવન સુધારી દીધું છે. આ ડોક્ટર દંપતીને કોઈ સંતાન ન હતું માટે તેમને બાળક દત્તક લેવાનું નક્કી કર્યું હતું.

આ ડોક્ટર દંપતીએ બાળક દત્તક લેવા માટે ભારતમાં આવેદન કર્યું હતું. કોઈપણ વિદેશી નાગરિક જયારે બાળક દત્તક લે છે. ત્યારે તેને ત્રણ વર્ષની કાનૂની પ્રક્રિયા પુરી કરવાની હોય છે. ઈટલીના આ ડોક્ટર દંપતીએ પણ ત્રણ વર્ષ પહેલા બાળક દત્તક લેવા માટે આવેદન આપ્યું હતું. આખરે ત્રણ વર્ષની પ્રક્રિયા બાદ આ દંપતીને બાળકની જવાબદારી સોંપવામાં આવી હતી.

ત્રણ વર્ષની પ્રક્રિયા એટલા માટે રાખવામાં આવે છે કે સરકાર દ્વારા બધા જ ડોક્યુમેન્ટ અને બીજી ગણી બધી ઇન્ફોરમેશનને ચેક કરવામાં આવે છે. જયારે બધું યોગ્ય લાગે ત્યારે બાળકની જવાબદારી વિદેશી દંપતીને સોંપવામાં આવે છે. આ ડોક્ટર દંપતી ભારતીય સંસ્કૃતિથી ખુબજ પ્રભાવિત છે.

માટે આ દંપતીને ભારતમાંથી જ બાળક દત્તક લેવું હતું. એટલા માટે તેમને ત્રણ વર્ષની કાનૂની પ્રક્રિયાની રાહ જોઈ અને જયારે બધી પ્રક્રિયાઓ સંપન્ન થઇ તો આ દંપતીને બાળકની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. બાળકને તેટીને આ દંપતીને ખુબજ ખુશી મહેસુસ થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!