ઈટાલીના યુવકોને સાથે થયું એવું કે દીક્ષા લઇ સાધુ બની ગયા, આજે આખો દિવસ ગિરનારમાં બેસીને ભગવાન શિવનું નામ જપતા રહે છે.

ભારતની સંસ્કૃતિ આખી દુનિયામાં સૌથી મહાન છે , માટે જ લોકો દેશ વિદેશથી અહીં ફરવા માટે આવે છે. આખી દુનિયાના લોકોને ભારતીય સંસ્કૃતિથી ખુબજ પૂર્વ છે, ઘણા વિદ્દેશી લોકો તો એવા છે કે જેમને ભારતીય સંસ્કૃતિ એટલી પસંદ આવી ગઈ કે તે આજે ભારતમાં જ પરિવાર સાથે સેટલ થઇ ચુક્યા છે.

આવી જ એક ઘટના હાલ ગિરનારના ભવનાથ મહાદેવના મેળામાં જોવા મળી છે.જ્યાં બે વિદેશી સાધુ ભવનાથના મેળામાં ખુબજ આકર્ષણનું કેદ્ર બન્યા છે, આ બેન ઈટાલીના રહેવાસી છે. તે બંનેએ આજે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે,

એકનું નામ શિવાની ભારતી અને બીજાનું નામ અમર ભારતી છે. તે બંને આખો દિવસ ભગવાન શિવનું નામ જ રટણ કરતા રહે છે, આ ઇટાલીના બંને લોકોને ભારતીય સંસ્કૃતિ,એટલી પસંદ આવી ગઈ કે તે આજથી ૪ વર્ષ પહેલા ભારત આવી ગયા હતા અને અહીં પોતાના ગુરુ પાસેથી દીક્ષા લઈને સાધુ બની ગયા હતા.

અને પોતાના જુના નામ અને ઓળખનું પિંડદાન કર્યું હતું અને પોતાના ભૂતકાળને સંપૂર્ણ પણે મિટાવી દીધો હતો. જયારે કોઈ તેમને પોતાની સાચી ઓળખ વિષે વિષે પૂછે તો તે જણાવે છે. તે મરી ગયો.

આજે તે સંપૂર્ણ પણે ભારતના બનીને રહેવા માંગે છે. માટે તે આજે પોતાના વેશથી ખુબજ ખુશ છે. તેમને જણાવ્યું કે ભારત એ મહાન દેશ છે. તેની પાસે જે સંસ્કૃતિ છે તે બીજા કોઈ દેશ પાસે નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ આ બંને વિદેશી સાધુઓ છે જે આજે સંપૂર્ણ પણે ભારતી બની ગયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!