ઈટાડી ગામે બિરાજમાન છે સાક્ષાત સ્વયંમભૂ અંબે માતા કે જે તેમના દરવાજે આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.

આખા ગુજરાત ભરમાં માં અંબેના ઘણા પવિત્ર સ્થાનકો આવેલા છે. જ્યાં અંબે માતા હાજરા હજુર છે. આજે અમે તમને ગુજરાતમાં આવેલી એક એવી જ જગ્યા વિષે જણાવીશું કે જ્યાં અંબે માતા સ્વયંભૂ પ્રગટ થયા હતા. અંબે માતાનું આ પવિત્ર સ્થાનક અરવલ્લીના ઈટાડી ગામે આવેલું છે. ઈટાડીમાં બિરાજમાન સાક્ષાત અંબે માતાના દર્શન કરવા માટે હજારો લોકો આવે છે.

આ મંદિર ખુબજ પ્રચીન છે. આજથી હજારો વર્ષ પહેલા જયારે આ પ્રદેશના લોકો પર સંકટ આવ્યો હતો. ત્યારે અંબે માતાએ પોતાનો પરચો આપીને અહીંના લોકોને સાક્ષાત પરચો આપ્યો હતો. ત્યારથી અંબે માતાના આ સ્થાનકની પૂજા કરવામાં આવી રહી છે. ભક્તોની આ મંદિર સાથે ખુબજ મોટી આસ્થા જોડાયેલી છે.

ભક્તો અહીં પોતાની અલગ અલગ માનતા લઈને આવે છે. ઈટાડીમાં બિરાજમાન અંબે માતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરને અંબાજી મંદિરની સમકક્ષ ગણવામાં આવતું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મંદિરનો વહીવટ કરવામાં આવતો હતો, પણ હવે આ મંદિરનો પણ અલગ ટ્રસ્ટ બનાવવામાં આવ્યો છે.

નવરાત્રીના સમયમાં હજારોની સંખ્યામાં ભક્તો માં અંબેના દર્શન કરી તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. આ જગ્યાએ અંબે માતાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. અને પછી ઇડરના રાજા દ્વારા આ મંદિરનો જીણોદ્વારા કરાવવામાં આવ્યો હતો. આજે આ મંદિર અનેક ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!