ડોક્ટરો જ 30 હજારમાં નકલી રેમડિસવીર વેચીને દર્દીના જીવ સાથે રમી રહ્યા છે, તો બીજા લોકો પાસેથી તો શું આશા રાખવી.

કોરોનાથી આખા દેશમાં હાહાકાળ મચી ગયો છે. એવામાં કાળાબજારીઓ પોતાના માટે આ સોનાની તક સમજીને આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છે. આ ઘટનામાં બીજું કોઈ નહિ પણ હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ કાળાબજારી કરવામાં આવી રહી હતી. હોસ્પિટલ સ્ટાફ હોસ્પિટલમાંથી રેડમીસવીર ઈન્જેક્શનની ખાલી શીશી લાવીને તેમાં સામાન્ય એન્ટીબાયોટિક ભરીને ફરીથી પેક કરીને 25000 માં વેંચતા હતા.

દલાલો દ્વારા આ નકલી ઈન્જેકશન જરૂરિયાત વાળા દર્દીઓને 25 થી 30 હજારમાં વેચીને મોટી કમાણી કરવામાં આવી રહી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા અત્યાર સુધી 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ ઘટનાની તાપસ કરતા જાણવા મળ્યું છે કે હોસ્પિટલના જ 4 ડોકટર અને 3 નર્સિંગ સ્ટાફ આ નકલી ઈન્જેકશનની કાળાબજારી કરતા હતા.

પોલીસ દ્વારા હોસ્પિટલમાં રેડ પાડવામાં આવી હતી અને બે ડોક્ટરોને આ નકલી ઈન્જેકશન દર્દીના પરિવારને 30 હજારમાં વેંચતા રંગે હાથે વેચતા પકડવામાં આવ્યા હતા આની સાથે આ ઘટનામાં સામીલ હોસ્પિટલના

અન્ય સ્ટાફની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી પાસેથી નકલી ઈન્જેકશન અને 60 હજાર રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિનો લાભ અત્યારે ઘણા લોકો ઉઠાવી રહ્યા છે. પોલીસ દ્વારા આવા કાળાબજારીઓ પર લગામ લગાવવાની પ્રક્રિયા ચાલુ છે.

error: Content is protected !!