રેમડેસીવીર લેવા માટે તમને લાઈનમાં ગરીબ લોકોજ દેખાશે, કોઈ નેતા કે કોઈ કરોડપતિ નઈ દેખાય..
હાલમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતકી થઇ છે,આ બીજી લહેરે કેટલાય લોકોને તેના સકન્જામાં લઇ લીધા છે.આ લહેરની અંદર બે થી ત્રણ દિવસમાં જ દર્દીનું મૃત્યુ થઇ જાય છે.દવાખાના ઉભરાઈ ગયા છે,અને દિવસે અને દિવસે કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
હાલમાં આવી સ્થિતિથી લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા,ઓક્સિજનની અછત પણ સર્જાઈ રહી છે અને તેવામાં જ રેમડેસીવીર ઇન્જેક્શન પણ નથી મળી રહ્યા,તેવામાં ફરી એક વારે રાજકોટમાં કુંડાલિયા કોલેજની બહાર આ ઈન્જેક્શનની માટે મોટી લાઈનો પણ લાગી છે.
અહીંયા દર્દીના સ્વજનો મોડી રાત્રીથી આ લાઈનોમાં જોડાયેલા છે અને આ લાઈનોમાં કોઈ અમીર વ્યક્તિ કે મોંઘી ગાડી વારો નથી અહીંયા ખાલી બિચારા ગરીબ લોકો જ ઉભા છે.
અહીંયા ૨૦૦ જ ટોકનો આપવામાં આવ્યા છે અને જેથી આ ટોકન મેળવવાની માટે દર્દીના સ્વજનો મોડી રાત્રિથી અહીંયા કતારોમાં ઉભા જોવા મળ્યા હતા.હાલમાં ઓક્સિજન મેળવવાની માટે પણ મોટી કતારો થઇ રહી છે,
હોસ્પિટલમાં પણ બેડ લેવાની માટે મોટી કતારો સર્જાઈ રહી છે.જયારે રાજકોટ સરકાર એવું જણાવી રહી છે કે કોઈ પણ દર્દીના સગાએ આ ઇન્જેક્શન લેવાની માટે ક્યાંય જવાની જરૂર નથી ત્યારે આ લાઈનમાં ઉભા કોઈ સ્વજનને પૂછવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે,એ વાત સાવ ખોટી છે.
અહીંયા કેટલાય લોકો એ ઈન્જેક્શનની માટે સવારથી ૫ વાગ્યાથી ઉભા થઇ જાય છે. આ સ્વજનોનું એવું કહેવું છે કે,સરકારે હાલમાં અમને બધાને લાઈનમાં ઉભા કરી નાખ્યા છે અને દર્દીઓની સ્થિતિને લીધે સ્વજનો પણ બહુ જ હેરાન થઇ ગયા છે.