121 વર્ષથી ગોલ્ડ મેડલની રાહ જોઈને બેઠેલા દેશના લોકોની ઈચ્છા નીરજ ચોપરાએ પુરી કરી દીધી…

આખરે છેલ્લા 121 વર્ષનો ઈંતજાર ખતમ થઇ ગયો. ભારતના નીરજ ચોપડાએ કરી દીધો કમાલ. ટોકિયો ઓલમ્પિકથી એક સરસ ખબર સામે આવી રહી છે. આ ખબર નીરજ ચોપડાથી જોડાયેલી છે.

નીરજે ટોકિયો ઓલમ્પિકમાં એ કરીને બતાવ્યું છે કે જેની રાહ ભારતના 135 કરોડ લોકો કરી રહ્યા હતા. ટોકિયો ઓલમ્પિકમાં નીરજ ચોપડાએ ભલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે.

ટોકિયો ઓલમ્પિકનો ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે. જે આપણા દેશના ખાતામાં આવ્યો છે. અત્યારે આખા દેશમાં ઉજવણી જેવું વાતવરણ છે. નીરજ હરિયાણાના પાણીપતમાં રહે છે. તેના ઘરે પણ ઉજવણીનું વાતાવરણ છે. નીરજે સૌથી દૂર ૮૭.૫૮ મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ ભારતના નામે કર્યો છે.

દેશના ઘણા લોકોને પહેલાથી જ આશા હતી કે નીરજ ગોલ્ડ મેડલ જીતીને લાવશે. જેવું તેમનું પ્રદર્શન હતું એના પરથી લોકોએ અનુમાન લગાવ્યું હતું કે આજે ભારતમાં ભાગમાં ગોલ્ડ મેડલ આવી શકે છે.

121 વર્ષ પછી કોઈએ એથ્લેટીક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલે 121 વર્ષની રાહ આજે નીરજે પુરી કરી દીધી. આજ સુધી કોઈપણ ભારતીય એથ્લેટીક્સ ઓલમ્પિકમાં મેડલ જીતીને લાવ્યો ન હતો. એ ઈચ્છા પણ નીરજે પુરી કરી દીધી.

error: Content is protected !!