એક કરોડ ખર્ચવા છતાં પણ આવી ઇમ્યુનીટી નહિ મળે. બસ આ ખાઈ લો…

કોરોના વાઇરસ આજે આપણા આખા ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરે તો દેશના બધા રેકોડોને તોડી નાખ્યા છે. ભારતમાં દિવસના ૨.૫૦ લાખથી પણ વધારે કોરોના કેસો સામે આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો કોરોના વાઇસરથી મૃત્યુ પામી રહ્યા છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિષે જણાવીશું કે જે તમારી ઇમ્યુનીટી વધારવામાં મદદ કરશે.

સિમલા મરચું, આ વિટામિન સી અને વિટામિન એ થી ભરપૂર હોય છે. જો તમે રોજ એક સિમલા મરચું ખાઓ તો તેમાં એક મોસંબી કરતા પણ બે ઘણું વિટામિન સી હોય છે. ડોક્ટરો પણ આ કોરોના વાઇરસમાં

જેમ બને એમ વધારે વિટામિન સી લેવા માટે કહી રહ્યા છે. બીજી વસ્તુ છે લસણ, લસણ પણ આપણી ઇમ્યુનીટી ને સ્ટ્રોંગ કરે છે. સાથે સાથે લસણ હ્રદય સબંધિત બીમારીઓને પણ દૂર કરે છે.

સૂકા ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને પ્રોટીન આપણા શરીર ના કોષોની સાચવણી અને વૃદ્ધિ માટે ખુબજ જરૂરી છે. જો તમે દરરોજ ચણા ખાવાનું શરુ કરી દો તો તે તમારા શરીરને તાકાતથી ભરી દેશે અને શરીર અંદરથી સાફ થવા લાગશે જે આજના સમયમાં ખુબજ જરૂરી છે.

દરરોજ દહીં ખાવાથી ઇમ્યુન સિસ્ટમ સારી રહે છે અને પેટ પણ. પાલક એક એવી વસ્તુ છે કે તેમાં એવા દરેક તત્વો તમને જોવા મળી જશે કે જે એક માણસને ખુબજ જરૂર હોય છે. તેથી કોરોના કારમાં તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ રાખવા માટે પાલકનું સેવન જરૂરથી કરો.

error: Content is protected !!