ઇમ્યુનીટી વધારવાના ચક્કરમાં જો તમે આ ભૂલો કરતા હોવ તો ચેતી જજો નઈ તો…

હાલમાં કોરોનાની મહામારીમાં કોરોનાને પહોંચી વરવા માટે અને ઇમ્યુનીટી વધારવા માટે તમે પણ ઉપાયો કરો છો. જેમાં ઉકાળા પીવો છો, પૌષ્ટિક ડાયટ લો છો, વિટામિન અને જિંકની દવા વધુ પ્રમાણમાં લો છો. તો તમારી માટે મોટી બીમારીનું કારણ પણ બની શકે છે. જો તમે પણ જિંકની શરીર પર ફાયદાકારક છે. પણ તેનું વધુ સેવન કરવાથી પણ નુકસાન કારક સાબિત થાય છે.

ઝીંકના વધુ સેવન કરવાથી ઉલ્ટી, પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ભૂખ ના લાગવી, ડાયરિયા જેવી મોટી સમસ્યાઓ થઇ શકે છે. ઝીંક લેવા માટે એવું જરૂરી નથી કે તેની માટે તમે ટેબ્લેટ જ લો, તેની માટે તમે નેચરલ વસ્તુઓનું સેવન કરીને પણ મેળવી શકો છો.

તેની માટે તમે દૂધ, દહીં, પનીર, મશરૂમ, કોબીજ, લસણ, તલ, ઘઉં, અને બદામમાં ભરપૂર માત્રામાં ઝીંક છે, જેને તમારી ડાયટમાં ઉમેરી શકો છો. તેની સાથે સાથે કાજુ, સોયાબીન, વિવિધ દાળનું સેવન પણ કરી શકો છો.

હવે જાણીએ વિટામિન સી વિશે જે આપણા શરીરમાં ભરપૂર માત્રામાં ઇમ્યુનીટી આપે છે, પણ વધુ પ્રમાણમાં જો વિટામિન સી ની ટેબ્લેટ લેવામાં આવે તો પથરી, ડાયેરિયા જેવી તકલીફો થઇ શકે છે.

તેનાથી તમે સંતરા, મોસંબી, આંબળા, ટામેટા, લીલા મરચા બહુ જ મદદરૂપ સાબિત થાય છે. જો તમે ઇમ્યુનીટી માટે ઉકાળા પિતા હોવ છો તે પણ નુકસાન કારક સાબિત થાય છે. તેની માટે તમારે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!