હોસ્પિટલની બહાર ભૂખ્યા તરસ્યા બેસી રહેતા દર્દીઓના પરિવારના લોકો માટે આ હોટલ માલિકે માનવતાને મહેકાવે એવું કામ કર્યું.

આખા ગુજરાતમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. જયારે હોસ્પિટલની અંદર પોતાના પરિવારનો માણસ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હોય ત્યારે હોસ્પિટલની બહાર તેમની રાહ જોતા તેમના સ્વજનોની હાલત ખુબજ ખરાબ હોય છે. તેઓ ટેંશનમાં ને ટેંશનમાં સરખું જમી પણ નથી શકતા અને ભૂખ્યા અને તરસ્યા હોસ્પિટલની બહાર બેસ્યા રહે છે.

સુરતની એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારના લોકોને ભોજન માટે વલખા મારતા જોઈને સમાજ સેવક કૃષ્ણ કુમારનું દિલ પીગળી ગયું હતું. તેમને વિચાર્યું કે દર્દીના

પરિવારના લોકો આમ ભુખ્યાને તરસ્યા બેસી રહે છે તેમના માટે કઈ કરવું જોઈએ પછી તેમને પોતાના મિત્ર સાથે મળીને હોસ્પિટલની બહાર બેસી રહેતા દર્દીના પરિવારના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાવી હતી.

દર્દીઓના પરિવારના લોકો આખો દિવસ રિપોર્ટો માટે દોડધામ કરતા હોય છે. હોસ્પિટલોમાં બેડની અછતથી નાના ગામડાઓના દર્દીઓ પોતાના સ્વજનને સારવાર માટે સુરતમાં દાખલ કરાવે છે. માટે અજાણ્યા શહેરમાં લોકડાઉનના કારણે તેઓ ભુખ્યાને તરસ્યા બેસી રહે છે. તેથી દર્દીઓના પરિવારના લોકો આ સર્વિસથી ખુબજ ખુશ છે.

error: Content is protected !!