વલસાડની એક હોસ્પિટલે દર્દીનો મૃતદેહ લેવા માટે મૃતકના પરિવાર પાસે કાર ગીરવે મુકાવી.

આખા ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.અત્યારે લોકો એક બીજાની મદદ કરીને માનવતાની મીસાલો પણ કાયમ કરી રહ્યા છે.ત્યારે બીજી તરફ અમુક એવા તત્વો પણ છે

કે જે આ આફતને અવસરમાં પરી વર્તિત કરતા નજરે પડ્યા છે.આવી જ એક ઘટના વલસાડના વાપી જિલ્લામાંથી સામે આવી છે.વલસાડની જાણીતી 21 સેન્ચ્યુરી હોસ્પિટલમાં કોરોનાના એક દર્દીની શંકાસ્પદ સારવાર ચાલી રહી હતી.

ગઈકાલે તે દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.જોકે હોસ્પિટલ પ્રશાસન દ્વારા બિલ ચૂકવ્યા બાદ જ દર્દીની લાશ મળશે એમ કહ્યું હતું.પણ પરિવારના લોકોએ બિલ ચૂકવવા માટે થોડો સમય માગ્યો હતો.પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીના પરિવાર પાસેની કાર ગીરવે મુકાવીને જ ડેડ બોડી આપવામાં આવી હતી.આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી હતી.

વધુતો હોસ્પિટલ પ્રશાશનની બેદરકારી ત્યારે સામે આવી જયારે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીને કોરોના પ્રોટોકોલ મુજબ જેમ બને એમ જલ્દી અગ્નિસંસ્કાર કરવાનો હોય છે.

પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીના પરિવાર પાસે કાર ગીરવે મુકાવીને જ ડેડ બોડી આપવામાં આવી હતી.હોસ્પિટલ પ્રશાશનની જે ઘટના સામે આવી છે તેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મૃતકના પરિવારના લોકોએ જે ગંભીર આરોપો લગાવ્યા છે એને લઈને ઘણા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.

error: Content is protected !!