હોસ્પિટલની ઘોર બેદરકારી, હોસ્પિટલમાંથી કોરોના પેશન્ટ જ ગાયબ થઇ ગયો તો હોસ્પિટલ દ્વારા પેશન્ટના પરિવારને બીજો જ મૃતદેહ પકડાવી દેવામાં આવ્યો.

કોરોના મહામારીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે સાથે હોસ્પિટલ તંત્રની ગોર બેદરકારી પણ સામે આવતી રહે છે. ઘણા પરિવારોએ હોસ્પિટલ તંત્ર પર ડેડ બોડી બદલાઈ ગયાનો આરોપ પણ લગાવી ચુક્યા છે.

એક એવીજ ઘટના વડોદરાથી સામે આવી રહી છે. જ્યાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં મૃતદેહ બદલાતા ભારે પરિવાર જનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

57 વર્ષીય હીરા પરમારની આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ માંથી મૃત્યુ થયાના સમાચાર આવતા પરિવાર દ્વારા તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમવિધિ કર્યા પછી તેમને જાણ થઇ કે આ મૃતદેહ હીરા ભાઈનો નથી ત્યારે પરિવાર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને હાલ હીરાભાઈને શોધવા માટે પરિવાર ધમ પછાડા કરી રહયા છે.

હોસ્પિટલ દ્વારા પરિવારને બીજા જ કોઈનો મૃતદેહ આપી દેવામાં આવ્યો હતો ત્યારે પરિવારને શંકા ગઈ કે આ તેમના પરિવારના સભ્યનો મૃતદેહ નથી. આ પરિવાર દ્વારા બીજા કોઈની ડેડ બોડીનો અંતિમસંસ્કાર પણ કરી દેવામાં આવ્યો છે.

હાલ પરિવાર તેમના સ્વજનને હોસ્પિટલમાં શોધી રહી છે પણ તેમના સ્વજન હોસ્પિટલ માંથી ગાયબ છે. તો ઘણું પૂછવા છતાં પણ હોસ્પિટલ દ્વારા કોઈ સરખો જવાબ આ પરિવારને હજુ સુધી મળ્યો નથી. પોલીસ દ્વાર આ અંગે તાપસ ચાલુ છે.

error: Content is protected !!