ત્રણ-ત્રણ હોસ્પિટલોમાં રખડવા છતાં બેડ ન મળતા મહિલાએ વીલ ચેરમાં જ તેનો અંતિમ શ્વાસ લીધો

હાલમાં કોરોનાની કહેર ખુબ જ હચમચાવી રહી છે અને તેનાથી લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ સહીત બીજા ચાર મહાનગરોમાં પણ બહુ જ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે,કેસો વધવાથી હોસ્પિટલમાં પણ બેડ,ઓક્સિજન અને બીજી કેટલીય મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

તેવામાં અમદાવાદમાં એક હૃદય કંપાવી દે તેવો એક કિસ્સો નજર સામે આવ્યો છે અહીંયા એક મહિલાએ વીલ ચેરની ઉપર જ તેના અંતિમ શ્વાસ લીધા હતા.આ મહિલા એ અમદાવાદની વટવા વિસ્તારની છે અને તેના પતિએ આ મહિલાને સારવાર અર્થે ૩ હોસ્પિટલમાં લઇ ગયા હતા પણ ત્યાં કોઈ બેડ નહતા મળ્યા અને જેથી કરીને તંત્રની ગાઈડલાઈને આ મહિલાનો જીવ લીધો છે.

હાલમાં હોસ્પિટલો અને તંત્રની કેટલીક ગાઈડલાઈનો જારી કરી છે અને તેના અભાવથી આ મહિલાને તેના પતિ દિપકભાઈ અગાઉ આ મહિલાને લઈને રિક્ષામાં ત્રણ હોસ્પિટલોમાં ફર્યા હતા પણ કમનસીબે તેમને કોઈ પણ હોસ્પિટલમાં બેડ નહતો મળ્યો.

જેથી આવી પરિસ્થિતિમાં આ મહિલાએ ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલની સામે જ તેનો અંતિમ શ્વાસ છોડી દીધો હતો.જેમાં તંત્રની કેટલીક વ્યવસ્થા અહીંયા જોવા મળી રહી છે અને આવી રીતે તો કેટલાક લોકો તેમનો જીવ ગુમાવતા હોય છે.

કોરોના હાલમાં એટલો વકરી ગયો છે જે જેથી કેટલાય લોકો તેની સામે લડી નથી શકતા અને પરિણામે તેમને તેમનો જીવ પણ ગુમાવવો પડે છે.સ્મશાનોમાં પણ હાલમાં વેઇટિંગ જોવા મળે છે.જાણે કુદરત હાલમાં દુનિયાનો અંત કરવા લાગ્યો હોય એવું લાગી રહ્યું છે.

error: Content is protected !!