મહિલા સબ ઇંસ્પેક્ટરના પતિને હોસ્પિટલમાં બેડ ના મળ્યો, જેથી કાળજું કંપાવી નાખે તેવો માહોલ સર્જાયો હતો..
હાલની સ્થિતિમાં દેશમાં રોકેટની ગતિએથી કેસો વધી રહ્યા છે, આવી સ્થિતિમા લોકોને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ના મળવાથી તેની સામે ઝઝૂમવાનો વાળો આવ્યો છે. જેમાં દરેકે દરેક વ્યક્તિ કોરોનાની જવાબદારી સાંભળનાર વ્યક્તિને પણ આ કોરોના કાળમાં લાચાર બનવું પડ્યું છે.
મધ્યપ્રદેશના અશોકનગરથી કાળજું કંપાવી નાખે તેવી ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થઇ રહ્યો છે. કોરોનાની ફરજમાં તૈનાત સબ ઇંસ્પેક્ટરના પતિનને યોગ્ય સારવાર ના મળતા
ત્યાં ફ્લોર ઉપર જ મૃત્યુ થયું હતું. આ મહિલા પોલીસ ચંદેરી પોલીસ સ્ટેશનમાં સબ ઇસ્પેટર છે. આ પોલીસ મહિલા તેના પતિની તબિયત બગડતા મોડી રાત્રે રજડતા રહ્યા હતા. હોસ્પિટલમાં બેડ ના મળ્યો કે ના મળ્યો ઓક્સિજન, તેઓના ઘણા સંઘર્ષ પછી બેડ તો મળ્યો પણ ત્યાં કોઈ વ્યવસ્થા નહતી. પરિણામે તેઓના પતિએ દમ તોડ્યો હતો.
આ મહિલા પોલીસનો એવો આક્ષેપ પણ છે કે ડોક્ટર યોગ્ય રીતે મળવા પણ નહતા આવ્યા, મારા પતિનું ઓક્સિજન લેવલ પણ સતત ઘટી રહ્યું હતું જેથી તેમનું મોત થઇ ગયું હતું.
આપણે જાણીએ છીએ તેવી રીતે હાલમાં કોરોનાની મહામારીથી કેટલાય લોકોના મોત થયા છે અને જેથી કરીને સરકારે આ ગાઈડલાઈનો સિવાય બીજી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.