હોસ્પિટલની ગોર બેદરકારી દર્દીનું ઓપરેશન બગાડીને દર્દીની જિંદગી બરબાદ કરી દીધી… તો પણ હોસ્પિટલ દર્દીના પરિવાર પાસે થી 9 લાખ રૂપિયા માંગી રહ્યું છે.

અમદાવાદની પ્રખ્યાત શેલ્બી હોસ્પિટલની ગોર બેદરકારી સામે આવી છે. જ્યાં એક મહિલા દર્દી ઘૂંટણના ઓપરેશન માટે દાખલ થયા હતા. જ્યાં ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ મહિલાનું ઘૂંટણ વધારે બગાડી નાખ્યું અને હોસ્પિટલની બેદરકારીના કારણે ઓપરેશન બાદ દર્દીના પગને અનેક પ્રકારનું નુકસાન થયું. દર્દીનો પરિવાર અત્યાર સુધી હોસ્પિટલને લગભગ 5 લાખ રૂપિયા ચૂકવી દીધા છે.

દર્દીનું ઓપરેશન બગાડી દીધા પછી પણ 9 લાખનું બીજું બિલ ચૂકવીને દર્દીને ઘરે લઇ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. દર્દીની દીકરીના જણાવ્યા અનુસાર દર્દીનું ઓપરેશ બગાડી દીધા પછી દર્દીને અન્ય હોપિટલમાં દાખલ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલ દ્વારા ધમકીઓ આપવામા આવી રહી છે.

આ ઘટના વિરુદ્ધ દર્દીના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં શેલ્બી હોસ્પિટલ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. કે તમામ બિલ માફ કરીને હોસ્પિટલ તંત્ર માફી માંગે તેવી માંગ કરી છે.

દર્દીના પરિવારે કહ્યું કે અમે અન્ય ડોક્ટરો જોડે પણ આ વિષે વાત કરી છે અને તેમને કહ્યું કે આ ડોક્ટરોએ તેમની બેદરકારીના લીધે પગને એટલે સુધી નુકસાન કરી દીધું છે કે પેશન્ટનો પગ કાપવો પડશે નહી તો ઇન્ફેકશન આખા શરીરમાં ફેલાઈ શકે છે. આટલી બેદરકારી કરવા છતાં હોસ્પિટલ હજુ 9 લાખ રૂપિયા માંગી રહ્યું છે.

error: Content is protected !!