હોસ્પિટલ સ્ટાફની ગોર બેદરકારી પરિવારે આક્ષેપ કર્યો કે ઓકસીજનની બોટલ બદલાવવામાંને બદલાવવામાં મારી મા મૃત્યુ પામી.

હાલ સોસીયલ મડિયા પર રાજકોટની ધોરાજી સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. ઓક્સિજનના આભાવે મહિલા દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ થતા. દર્દીનું મૃત્યુ થઇ જતા

દર્દીના પરિવારે એમ્બ્યુલન્સના સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે કે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ બદલતા વાર લગતા દર્દીનું મૃત્યુ નીપજ્યું છે.

જ્યારે મહિલા દર્દી ઓક્સિજન વગર તરફડીયા મારતી હતી ત્યારે હોસ્પિટલ સ્ટાફ ઓક્સિજન બોટલ શોધવામાં પડ્યો હતો. હોસ્પિટલ સ્ટાફને ખાલી અને ભરેલા ઓક્સિજન બોટલ વિષે જાણ જ ન હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. હોસ્પિટલ સ્ટાફ ઓક્સિજનની બોટલ શોધતો રહ્યો અને મહિલા દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ થઇ ગયું.

પરિવારે આક્ષેપ કર્યો કે આમને બાટલા બદલાવવા માંજ અમારા પેશન્ટને આ લોકોએ મારી નાખ્યું. કોરોના સંક્રમિત દર્દીને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાવવામાં આવ્યું હતું.

એ જ સમયે દર્દીનું ઓક્સિજન પતિ ગયું અને આ વિષે હોસ્પિટલ સ્ટાફને કોઈ જાણ ન હતી. ત્યારે ઓક્સિજનની બોટલ ચેન્જ કરવામાં વાર લગતા દર્દીનું મૃત્યુ થઇ ગયું હતું.

error: Content is protected !!