ગામના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ડોક્ટર ન આવતા ગામ લોકોએ સ્વાસ્થ્ય કેન્દ્રને તબેલો બનાવી દીધો.

હાલ કોરોનામાં લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી એવામાં આખા દેશની સ્વાસ્થ્ય સેવા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. બિહારના સમસ્તીપુરમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રને લોકો પોતાની ભેંસો બાંધવા માટે તબેલા તરીકે ઉપયોગ કરે છે. ગામના લોકોનું કહેવું છે કે ડોક્ટર મહિનામાં એકવાર આવે છે એ પણ નાના છોકરા માટે બાકી અહીં કોઈપણ જાતની દવા મળતી નથી.

ગામ લોકોનું કહેવું છે કે કોઈપણ ડોકટર કે નર્સ અહીં જોવા પણ નથી આવતા અને આ સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોઈપણ જાતની સુવિધા નથી. ગામ લોકોએ આરોપ લાગવ્યો છે કે અહીં સ્વાસ્થ્ય કર્મચારી આવતો નથી. માટે મોટા ભાગના સમયમાં આ સ્વાસ્થ્ય કેન્દ્ર બંધ જ હોય છે માટે લોકો આ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભેંસો બાંધે છે.

લોકોનું કહેવું છે ગામમાં બનાવેલું હોસ્પિટલ તો નકામું છે પણ એમના એમ જ પડી રહ્યું છે. તો અમે તેને ભેંશો બાંધવા માટે ઉપયોગ કરી એ છીએ કારણ કે અહીં કોઈપણ ડોક્ટર કે મેડિકલ સ્ટાફ હાજર નથી.

ડોક્ટર મહિનામાં એકવાર આવે છે. સ્વાસ્થ્ય કેન્દ્રમાં દવા ના નામે કઈપણ નથી. સ્વાસ્થ્ય કેન્દ્રમાં ઈન્જેકશન પણ નથી. તો ગામના લોકોએ કંટાળીને સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભેંસો બાંધવાની શરુ કરી દીધી.

error: Content is protected !!