અમિત શાહ GMDC માં કોરોનાની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરીને ગયાના ૩ દિવસ પછી પણ હોસ્પિટલ ચાલુ ન થતા દર્દીઓ હેરાન થઇને પાછા જાય છે.

હાલમાં કોરોનાની સ્થતિ ખુબ જ કથળી બની ગઈ છે અને તેવામાં હાલ રાજ્યમાં બધીજ હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે.હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.લોકો હાલમાં તડપી રહ્યા છે અને સ્મશાનોમાં પણ લાઈન લાગી છે.હાલમાં રાજ્યમાં કેટલીક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને કેટ્લીક જગ્યાએ કોવિદના સેન્ટરો પણ ચાલુ કર્યા છે.

તેવી જ રીતે હાલમાં અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં ધનવંતરી કોવીડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.જેનું ઉદ્ધઘાટન ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે.આ હોસ્પિટલ હજુ સુધીમાં ચાલુ નથી નથી તેવા સમાચાર મળી રહ્યાં છે.

કેમ કે,આ હોસ્પિટલની બહાર કેટલાય લોકો આવીને ગુસ્સે પણ ભરાયા છે.તેવામાં એક દર્દીના સગાને પૂછવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે,અહીંયા પોલીસ વાળા એવું કહી રહ્યા છે કે હજુ સુધી આ હોસ્પિટલ ચાલુ નથી થઇ.

દર્દીના સગાઓ એવું કહે છે કે,અમે અમદાવાદમાં બધી જ હોસ્પિટલોમાં જઈને આવ્યા પણ ક્યાંય જગ્યા નથી અને અમારા આ દર્દીઓને બહુ જ મોટી તકલીફ પડી રહી છે.

તેવામાં અમે અહીંયા GMDC વારી કોવીડની હોસ્પિટલમાં દર્દીને લઈને આવ્યા તો અહીંયા એવું જાણવા મળ્યું હતું કે હજુ સુધી આ હોસ્પિટલ ચાલુ નથી થઇ અને તેની માટે હાલ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે આ હોસ્પિટલ ક્યારે ચાલુ થશે.

લોકોનું એવું કહેવું છે કે આખા ગુજરાતના લોકો હાલમાં બરાબર હેરાન થઇ ગયા છે.સરકારનું કહેવું છે કે આ હોસ્પિટલ ચાલુ થઇ જશે પણ રવિવાર સુધી ચાલુ નથી થઇ.

error: Content is protected !!