હોલ માતાજીનું ચમત્કારી મંદિર, જે જ્યાં દર ત્રણ વર્ષે વાવના પાણીમાંથી વાસણો ઉત્પન્ન થાય છે, દર્શન માત્રથી જ દુઃખ દૂર થઇ જાય છે.
કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. આજે પણ એવી ઘણીં જગ્યા ઓ છે કે જ્યાં આજે પણ ચમત્કાર થાય છે. આજે અમે તમને એક એવી જ જગ્યા વિષે જણાવીશું કે જ્યાંના ચમત્કાર જોઈને તમે પણ બે ઘડી વિચારતા થઇ જશો.
આ પવિત્ર અને ચમત્કારિક ધામ વઢવાણના બદલાણા ગામમાં છે. અહીં હોલ માતાજીની વાવ આવેલી છે.અહીં દર વર્ષે વાવના પાણીમાં વમળો ઉત્પન્ન થાય છે અને તેમાંથી વાસણો નીકળે છે. જે આજના યુગમાં સાક્ષાત ચમત્કાર છે.
ભોગાવો નદીના કિનારે વસેલા બદલાણા ગામમાં એક પ્રાચીન વાવ આવેલી છે. જેને હોલ માતાજીનું સ્થાનક માનવામાં આવે છે. દર ત્રણ વર્ષે અહીં વાવના પાણીમાં વમળો સર્જાય છે અને અહીં પાણી માંથી ગાગર બેડાં બહાર નીકળે છે.
આ વર્ષે પણ આ પરંપરા સર્જાઈ હતી અને આ ચમત્કાર જોઈને બધા જ લોકો ભાવ વિભોર થઇ ગયા હતા. પાણી માંથી વાસણો બહાર આવતા ગામના લોકો દ્વારા વાજતે ગાજતે માતાજીની પૂજા કરવામાં આવી હતી અને પછી માતાજીને નિવેદ્ય પણ કરવામાં આવ્યો હતો. હોલ માતાજીનો આવો ચમત્કાર જોઈને બધા જ ચકિત થઇ ગયા છે.
ગામના લોકોનું માનવું છે કે દર ત્રણ વર્ષે આ ઘટના ઘટે છે, અહીં લોકો દૂર દૂરથી માતાજીની પ્રાર્થના કરવા માટે આવે છે. જે લોકો પણ અહીં માનતા માને છે. તેમની દરેક માનતા પુરી થાય છે. હોલ માતાજી અહીં સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે. માતાજી અહીં બધાની મનોકામના પુરી કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.