પોતાની માં ને હોસ્પિટલમાં દાખલ કરીને છોકરા થઇ ગયા રફ્ફુ ચક્કર હોસ્પિટલ તંત્રએ ફોન કર્યો તો કહી દીધુ કે અમે આવી કોઈ વ્યક્તિને નથી ઓળખતા.

કોરોના મહામારીએ લોકોની માનવતા પુરી કરી દીધી હોય એવું લાગી રહ્યું છે. અત્યારે લોકો પોતાના પરિવારના સદસ્યો સાથે પણ અમાનવીયતા ભર્યું વર્તન કરી રહ્યાં છે. આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી રહી છે.

જેમાં બે છોકારોએ પોતાની ઘરડી મા ને બાડમેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી અને એન્ટ્રી ફોમમાં પોતાના જીજાજીનો નંબર લખીને હોસ્પિટલમાંથી રફ્ફુ ચક્કર થઇ ગયા.

જયારે હોસ્પિટલ તંત્રએ ફોન કર્યો તો મહિલાના જમાઈએ ફોન રિસિવ કર્યો અને તેને મહિલાના છોકરાનો નંબર આપ્યો. જયારે આ બંનેને હોસ્પિટલ તંત્રએ ફોન કર્યો તો તેમને ચોખ્ખીના પડી દીધી કે આ અમારી માં નથી.

રવિવારે પોતાની બીમાર મા ને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. તેમની માં ની તબિયત સારી ન હોવાના કારણે ઇમરજન્સીમાં તેમની સારવાર શરુ કરી દેવામાં આવી.

આ સાથે બંને દીકરાઓને એક ફોર્મ ભરવા માટે આપ્યું મહિલાના બંને દીકરાઓએ પોતાના નંબરની જગ્યા એ પોતાના જીજાજીનો નંબર લખાવી દીધો. આ પાછી બંને હોસ્પિટલમાંથી રફ્ફુ ચક્કર થઇ ગયા.

મહિલાની તબિયત બગડતા તેમના છોકરાઓને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ બહાર કોઈ ન હતું. સોમવારના દિવસે મહિલાનું મૃત્યુ થઇ ગયું ત્યારે મહિલાના એક છોકરાએ હોસ્પિટલમાં આવી ને અગ્નિસંસ્કાર કર્યો.

error: Content is protected !!