કોરોનાના નવા નિયમ પ્રમાણે હવે ગુજરાતમાં શું ખુલ્લું હશે અને શું બંધ હશે, જાણો ?

ગુજરાત સહીત દેશભરમાં કોરોનાએ તેનો હાહાકાર મચાવી દીધો હતો, જે હાલમાં કોરોનાના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને સરકાર હવે તેની કોરોનાની ગાઇડલાઇન વિષે હવે થોડાક ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં સૌથી પહેલા તો ગુજરાતના ૩૬ જેટલા શહેરોમાં નાઈટ કર્ફ્યુ તો ચાલુ જ રહેશે તે રાત્રે ૯ થી લઈને સવારે ૬ વાગ્યા સુધી રહેશે.

આ શહેરોમાં દુકાનો, ધંધાઓ, માર્કેટ યાર્ડ જે સવારે ૯ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કોઈ પણ હોટલ જો તમને તેના દ્વારા પાર્સલ પહોંચાડે છે તો તેનો સમય સવારે ૯ વાગ્યાથી રાત્રે ૧૦ વગ્યા સુધીનો થઇ ગયો છે. કોઈ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો છે તો તેમાં ૫૦ લોકોની અને અંતિમ ક્રિયામાં ૨૦ લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. કોઈ પણ ધાર્મિક સ્થળો બંધ રહેશે.

બસો ખાલી ૫૦ % લોકો સાથે ચાલુ કરવામાં આવશે, તેમ જ દૂધ, શાકભાજી, ચશ્માની દુકાન, મેડિકલ, કોવીડ કે હોસ્પિટલના સ્ટાફ, પેટ્રોલ પમ્પ, પોસ્ટ કુરિયર સર્વિસ, બધા મેન્યુફેક્ચર યુનિટ, કન્સ્ટ્રક્શન યુનિટને પણ ચાલુ જ રાખવામાં આવશે

અને આ બધી જગ્યાએ કોવીડની ગાઇડલાઇનનું પાલન ફરજીયાત પણે કરવું પડશે. સરકારી કે પ્રાઇવેટ સંસ્થામાં પુરેપુરા સ્ટાફથી ૭ જૂનથી ચાલુ કરવામાં આવશે.

તેની સાથે સાથે વિજયભાઈ રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે ૪ જૂનથી ૧૮ થી ૪૪ વર્ષના વ્યક્તિઓને વેક્સિનેશન દિવસ ૨.૨૫ લાખ અને તેનાથી મોટી ઉંમરના લોકો ૭૫ હજાર લોકોને એટલે રોજના ૩ લાખ લોકોને રસી અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!