આ નિયમોનું પાલન નઈ કરો તો, વગર આમંત્રણે પોલીસ પણ લગ્ન પ્રસંગમાં આવશે..

કોરોનાની કહેરની વચ્ચે હાલમાં રાજ્ય સહીત દેશની સ્થિતિ બહુ જ ખરાબ થઇ છે.આ લહેર એટલી ખતરનાક છે કે,જેમાં હાલ હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે.હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ અછત ઉભી થઇ છે અને જેની વચ્ચે લોકોના મૃત્યુ પણ વધુ પ્રમાણમાં થઇ રહ્યા છે.

આ કોરોનાની મહામારીની વચ્ચે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ કેટલાક નિયમો બનાવી રહ્યા છે અને તેની વચ્ચે ગુજરાતના વલસાડ જિલ્લામાં કોરોનાની ઉપર કાબુ મેળવવાની માટે તંત્રની સાથે પોલીસ પણ આગળ આવી છે અને જેમાં જુદી જુદી જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન પણ થઇ રહ્યું છે અને જો પોલીસને આમંત્રણ ના આપ્યું હોય તો પણ પોલીસ લગ્ન પ્રસંગ સામેલ થશે.

વલસાડ કલેકટર દ્વારા એક આદેશની જાહેરાત કરવામાં આવી હતી,જેના આધારે હવે પોલીસ વલસાડ જિલ્લામાં જે કોઈના ઘરે લગ્ન પ્રસંગ હશે તેની સંપૂર્ણ માહિતી એકત્ર કરશે અને લગ્નમાં ૫૦ લોકોને જ મંજૂરી આપશે.તેની સાથે સાથે સ્મશાન યાત્રામાં પણ ૫૦ લોકોને મંજૂરી આપવામાં આવશે.નવસારી જિલ્લાના દરેકે દરેક ગામમાં સરપંચ દ્વારા પણ માહિતી મેળવવામાં આવશે.

તેની સાથે સાથે બધી જ બાજુએથી પોલીસ માહિતી એકત્ર કરશે અને જો કોઈ આ ગાઈડલાઈનનું ઉલ્લઘન કરશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.લગ્ન પ્રસંગમાં ડીજે,વરઘોડા નઈ થાય.આ ગાઇડલાઇન અંગે પોલીસ હાલમાં એક્શનમાં પણ આવી ગઈ છે અને ત્યાંની કેટલીક જગ્યાએ પણ ગાઈને તપાસ પણ કરી છે.

જો તમે આ ગાઈડ લાઇનનું પાલન નઈ કરો તો વગર બોલાવે પણ પોલીસ ત્યાં આવીને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરશે.

error: Content is protected !!