રેમડેસીવીર ઇન્જેક્શન પછી હવે બેડની પણ કાળાબજારી સામે આવી, જાણો આટલા હજારમાં બેડવેચાઈ રહ્યા છે..
આ કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતકી બની છે તેવામાં દેશની બધી જ કોવીડ હોસ્પિટલો ઉભરાઈ રહી છે. તેવામાં કેટલાક લોકો, સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓ આવા કોરોનાના દર્દીઓની મદદે આવ્યા છે. તેવામાં કેટલાક રાક્ષસો મદદની જગ્યાએ તેમની લૂંટીને તેમની સાથે કાળાબજારી પણ કરી રહ્યા છે.
થોડા સમય પહેલા ગુજરાત સરકારે અને ગુજરાત પોલીસે રેમડેસીવી ઇન્જેક્શનની કાળાબજારી કરતા કેટલાક લોકોને પકડ્યા હતા. પણ હાલમાં એવી જ રીતે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં
પૈસા લઈને બેડ આપવામાં આવે છે તેવી માહિતી મળી છે. આ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જ કાળાબજારી કરે છે. આ સુપ્રિડેંન્ટન્ટે બહાર પડેલા પત્રથી બેડ વેચાયાની માહિતી બહાર આવી છે.
કોરોનાના દર્દીને વેન્ટેલિટર બેડ આપવાના ૩૫ હજાર રૂપિયા ઉઘરાવાય છે તેવી માહિતી મળી છે. આરોગ્ય વિભાગના વડાને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. પૅન્ડેમિક એક્ટનો ભંગ કરવાનું કૃત્ય ગણાવી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ હોસ્પિટલની બહાર એક બાજુએ એવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે કે કોઈએ પણ પૈસાનો વહીવટ કરવો નહિ. તેમ છતાં અહીંના સ્ટાફે દર્દીના સગાઓની પાસેથી પૈસા લઈને બેડ આપવાની કાળાબજારી કરી હતી.