બાઈક પર આખો પરિવાર જઈ રહ્યો હતો તેવામાં અકસ્માત સર્જાયો, જેમાં દીકરો બચી ગયો અને તેની સામે જ તેના મમ્મી, પપ્પા અને બહેને જીવ છોડ્યો અને તે અનાથ થઇ ગયો…

દિવસે અને દિવસે માર્ગ અકસ્માતોમાં સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, તેવામાં આ અકસ્માતમાં આખે આખા પરિવારો જ ખતમ થઇ જતા હોય છે. આ કિસ્સો મધ્યપ્રદેશના શિવપુરીનો છે, જ્યાં એક આખો પરિવાર બાઈક ઉપર ગ્વાલિયર બાજુ જઈ રહ્યો હતો અને તેવામાં એક ટ્રકે ટક્કર મારી દીધી હતી.

આ બાઈક ઉપર એક જ પરિવારના પતિ-પત્ની અને તેમના બે બાળકો જઈ રહ્યા હતા, તેમને આ ટ્રકની ટક્કર લાગવાથી બાઈક પર સવાર પતિ, પત્ની અને તેમની દીકરીનું કરુણ મૃત્યુ થઇ ગયું હતું. તેમનો આ દીકરો આ ટક્કરથી રોડની બાજુમાં જઈને પડ્યો હતો. ત્યારબાદ આ ટ્રક પણ પલટાઈ ખાઈ જતા તેની ડીઝલ ટેન્કમાં આગ લાગવાથી ટ્રક સળગી હતી.

જેમાં આ દીકરાને થોડીક ઈજાઓ પહોંચી હતી અને તેની આંખો સામે તેના માતા,પિતા અને બહેનના મૃત્યુ થઇ ગયું હતું. જેથી આ બાળક અનાથ બની ગયો હતો તેનો આખે આખો પરિવાર જ વેર-વિખેર થઇ ગયો હતો.

આ બાળક ત્યાં રોડ ઉપર એક્લવાયો થઇ ગયો હતો અને તેનું આ દુનિયામાં એકલો પડી ગયો હતો. આ ટ્રકમાં પલાસ્ટીકનો સમાન ભરેલો હતો જેથી તે આખો ટ્રક સળગ્યો હતો અને તેને ઓલવવા માટે ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા અને તેને ઓલવ્યો હતો.

ત્યારબાદ આ બાળકને ત્યાં નજીક સારવાર માટે લઇ જવાયો હતો અને તેના કુટુંબના લોકોને બોલાવીને સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!