કોરોનાથી પિતાનું મૃત્યુ થઇ જતા ૬ બાળકો અનાથ થઇ ગયા, હવે આ બાળકોનું કોણ?

સમગ્રદેશમાં કોરોનાએ તેની બીજી અને ઘાતકી લહેરથી કેટલાય પરિવારોને વિખુટા કરી દીધા હતા. તેવામાં એક કિસ્સો જે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના જૈતપુર ગામનો છે. જ્યાં ઘરમાં કોરોનાથી એક પિતાનું મૃત્યુ થયું છે. ઘરમાં હાલ બીજું કોઈ કમાવવા વાળું બચ્યું જ નથી.

જૈતપુર ગામમાં કોરોનાથી એક ઘરના મોભી જેમનું નામ તુલસીદાસ હતું તેમની ઉંમર ૪૫ વર્ષની હતી. તેઓને કોરોના હોવાથી માર્ચ મહિનામાં મૃત્યુ થયું હતું. પણ પ્રશાશન બીજું જ કઈ કારણ આપતી હતી અને કહેતી હતી કે તેઓ બીજા કારણથી મૃત્યુ પામ્યા છે.

તુલસીદાસના પરિવારમાં એક માતા અને તેમની ચાર દીકરીઓ તથા બે દીકરાઓ રહે છે. આ પરિવાર ખુબ જ ગરીબ હતો, અને આખું ઘર તુલસીદાસના મૃત્યુ પછી જાણે નિસહાય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

તુલસીદાસના પત્ની એવું કહે છે કે, મારા ઘરમાં આ ચાર જવાન દીકરીઓ થઇ રહી છે, તેમના લગ્ન માટે હવે શું કરવાનું અને લગ્નની તો દૂરની વાત છે પણ હાલમાં મારે આ મારા ૬ છોકરાઓને કઈ રીતે ખવડાવવું.

મારે એમનું ગુજરાન કઈ રીતે ચલાવવાનું. સરકાર બાજુથી કોઈ પણ પ્રકારની સહાય નથી મળી. ગામના લોકો પણ એવું જ કહે છે કે તેમના ઘરમાં નાના નાના છોકરાઓ છે અને હવે તેમના મમ્મી એકલા હાથે કાંઈજ નથી કરી શકે તેમ. આ પરિવાર જે મળે તે ખાઈને તેઓનું ગુજરાન ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!