હવામાન વિભાગે ભર ઉનાળામાં માવઠાની આગાહી કરી…

હાલમાં ઉનાળાની ઋતુ આવી ગઈ છે, તેવામાં ગુજરાતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પણ વાવાઝોડાની સાથે વરસી રહ્યો છે. આવામાં હમણાં હવામાન વિભાગે વરસાદની આગાહી આગામી ત્રણ દિવસમાં પડશે તેવી કરી છે. આ કમોસમી વરસાદે અગાઉ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસ્યો હતો.

હાલમાં આપણા હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે જેમાં, સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ સુધી માવઠાની અસર જોવા મળશે. ડાંગ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં માવઠાની શરૂઆત થશે. જેમાં પ્રતિ કલાક ૪૦ કિમિની ઝડપે પવન પણ ફૂંકાશે. આ મોસમ શુક્રવારથી થશે તેવી આગાહી આપણા હવામાન ખાતાએ કરી છે.

આમ હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે અને જેમાં કેરીની સીઝન પણ આવી ગઈ છે, આ સીઝનમાં કમોસવી માવઠું પણ થશે તો ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન પણ થઇ શકે છે.

અગાઉ પડેલા વરસાદને કારણે કચ્છમાં વરસાદ, પવન અને કળાની સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ત્યાંના ખેડૂતોના પાકને થોડું નુકસાન પણ થયું હતું. આ હવામાન વિભાગની આગાહીમાં આ ત્રણ જિલ્લાઓમાં માવઠાની સાથે સાથે પ્રતિકલાક ૪૦ કિમીના ઝડપથી પવન પણ ફૂંકાશે. આ માવઠાની આગાહી શુક્રવારથી લઈને ત્રણ દિવસ સુધી રહેશે, જો વરસાદ પડશે તો ધરતી પુત્રો અને કેરીના પાકને થોડું નુકશાન પણ થઇ શકે છે.

error: Content is protected !!