હવામાન વિભાગ દ્વાર કરવામાં આવી આગાહી આવનાર ૫ દિવસમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે ?

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે કે 15 થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં ૩ જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને આની સાથે આગામી 5 દિવસ વાતાવરણ વાદળ છાયુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં આવનાર 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી અને ડાંગમાં વરસી શકે છે વરસાદ.

સૌરાષ્ટ્રમાં 3 અને 4 જૂને વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર, ગીર, અમરેલી અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સમયસર બેસી જશે અને આવનાર 5 દિવસ ગુજરાતમાં વરસાદ છાયુ વાતવરણ રહેશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં ભેજવાળું વાતવરણ રહેશે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે સારો વરસાદ થવાની સંભાવના છે. માટે ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થવાની સંભાવનાઓ થોડી ઓછી છે.

કેરળમાં 3 જૂને ચોમાસુ બેસી જશે તેવી સંભાવના બતાવવામાં આવી છે. ગુજરાતમાં પણ 15 થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે તેવી સંભવનાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

error: Content is protected !!