હાર્દિક પટેલ એવું તો શું બોલ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કે ?

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં દેશની કેટલીક આમ જનતા પણ કોરોનાનો શિકાર બની ગઈ છે અને તેની વચ્ચે સરકાર તેમની ચૂંટણી માટે રેલીઓ યોજી રહી છે અને તેમની માટે ગુજરાત કોંગ્રેસ પાર્ટીનો કાર્યકારી પ્રમુખ એવા હાર્દિક પટેલે એક વિડિઓ સોશિયલ મીડિયામાં બહાર પડ્યો છે.

આ વિડીઓમાં હાર્દિક પટેલનું એવું કહેવું છે કે,મને એ વાતનો ખુબ જ ગર્વ છે કે મારા ગુજરાતનો એક વ્યક્તિ જે આજે ભારત દેશનો પ્રધાન મંત્રી છે,પણ તે આવીને અચાનક એવું કહે કે તમે માસ્ક પહેરો અને તેઓ જાતેજ બંગાળમાં જઈને મોટી મોટી પ્રચારની રેલીઓ કરવી છે અને એ વાતનો જ જનતાને તકલીફ છે.તમે એવું કહો છો કે તમે લોકો માસ્ક ફરજીયાત પહેરો અને હું લોકોના વોટ લઈશ તકલીફો આ વાતની છે.

કોરોનાએ હાલ રાજ્ય સહીત દેશમાં કેટલાય લોકોને બરબાદ કરી નાખ્યા છે અને તેની વચ્ચે હાર્દિક પટેલે આ ફેસબુક માધ્યમથી એક વિડિઓ મોકલીને વડા પ્રધાનને કેટલાક સવાલો ઉભા કર્યા છે.

હાલમાં રેમડેસીવર ઇન્જેક્શનની પણ હાલમાં અછત ઉભી થઇ હતી અને આવી કેટલીક મોટી તકલીફો સર્જાઈ છે જયારે ગુજરાતમાં આ ઈન્જેક્શનની જરૂર છે તો શા માટે તેને ઉત્તરપ્રદેશ મોકવામાં આવ્યા.

આપણે જયારે આ ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહીને કાલા બજારીથી આ ઇન્જેક્શન લેવા પડે છે અને તેની વચ્ચે ઉત્તરપ્રદેશથી પ્રાઇવેટ પ્લેન અમદાવાદ આવીને ૨૫૦૦૦ નંગ લઈને ગયું જો કે હાલ આ ઈન્જેક્શનની જરૂર અહીંયા વધારે છે.

એટલું જ નઈ શિક્ષણની ફી વધે તો હાઇકોર્ટને મેદાનમાં આવું પડે છે,કોરોનાના કેસો વધે તો પણ હાઇકોર્ટને મેદાનમાં આવું પડે,લોકડાઉન લગાવવું કે નઈ તેની માટે પણ હાઇકોર્ટ મેદાનમાં આવે અને તેવા કેટલાક સવાલો પૂછતો એક વિડિઓ વાયરલ કર્યો છે.

error: Content is protected !!