મંગળવારના દિવસે જીવનની તકલીફો દૂર કરવા માટે હનુમાન દાદાને પ્રસન્ન કરવા આટલું કરી લો.

મંગળવારનો દિવસ પવનપુત્ર હનુમાન દાદાને સમર્પિત હોય છે. બધાના જીવનમાં કઇને કઇ તકલીફો હોય જ છે. મંગળવારના દિવસે કેટલાક ઉપાય કરીને જીવનની બધી તકલીફોમાંથી છુટકાળો મળે છે.

મંગળવારના દિવસે જયારે પણ તમે હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે જાઓ છો ત્યારે. હનુમાન દાદાની મૂર્તિ પર લાગેલા ચંદનને જમણા હાથના અંગુઠાથીલો અને સીતામાતા ના ચરણોમાં તિલક કરો. આ ક્રિયા કરતી વખતે તમારી ઈચ્છાનું સ્મરણ કરતા રહો.આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પુરી થશે.

મંગળવારના દિવસે મરચા અને લીંબુને એક દોરામાં બાંધીને ઘરના દરવાજે અથવા તમારા ધંધાની જગ્યાએ બાંધો આ ઉપાય કરવાથી બધીજ નકરાત્મક શક્તિઓ દૂર થઇ જશે.

મંગળવારના દીવસે 21 પીપળાના પાન લો અને તેને શુદ્ધ પાણીથી સાફ કરો અને તેના પર ચંદનથી શ્રી રામ લખો આ પાનાની માળા બનાવીને તેને હનુમાન દાદાને પહેરાવો. જીવનની બધી તકલીફોથી છુટકાળો મળશે.

હનુમાન દાદાને મીઠું પાન ચઢાવવાથી જીવનમાં આવનાર સમસ્યાઓથી છુટકાળો મળે છે અને હનુમાન દાદાના આશીર્વાદ તમારા પર સદૈવ રહે છે. ગાયને મંગળવારે રોટલી ખવડાવવી ખુબજ શુભ માનવામાં આવે છે. આ ઉપાય ૮ મંગળવાર સુધી કરો.મંગળવારના દિવસે હનુમાન દાદાને શ્રીફળ ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!