શનિવારના દિવસે હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે બસ આટલું કરી લો. બેડો પાર થઇ જશે.

શનિવારના દિવસે સંકટ મોચન હનુમાન દાદાની પૂજા કરવામાં આવે છે. સાથે સાથે શનિવારના દિવસે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. શનિવારના દિવસે કેટલાક ઉપાયો કરીને જીવનમાં ચાલતી તકલીફોથી છૂટકળો મેળવી શકાય છે.

શનિદેવએ સૂર્યના પુત્ર છે. જે લોકો પૈસા સબંધિત તકલીફોથી પીડાઈ રહ્યા છે અથવા ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે. ઘરમાં પૈસા ટકતા નથી. મનમાં શાંતિ નથી તો આ ઉપાય કરો.

જો તમારા ઘરમાં એક એવો દરવાજો છે કે જેમાંથી કટ કટનો અવાજ આવે છે. તો ઘરમાં પૈસા સબંધિત તકલીફો ઉભી થઇ શકે છે. તેવા દરવાજામાં તેલ લગાવવું જોઈ એ. શનિવારના દિવસે સાંજના સમયે ઘરના મેન દરવાજા પર તલ ના તેલનો દીવો કરો. શનિવારના દિવસે હનુમાન દાદાને સિંદૂર ચઢાવવાથી ધંધામાં થતા નુકશાનથી છૂટકળો મેળવી શકે છે.

જો ઘરમાં કોઈ સભ્ય વારંવાર બીમાર પડતું હોય તો શનિવારના દિવસે હનુમાન દાદાના ફોટા કે મૂર્તિ આગળ બેસીને હનુમાન ચાલીસાનું વાંચન કરો અને તે સભ્યના સારા સ્વાસ્થ માટે હનુમાન દાદાને પ્રાર્થના કરો.

શનિવારના દિવસે ગાયને ઘાસ ખવડાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે જાઓ ત્યારે હનુમાન દાદાની મૂર્તિ પર લાગેલા ચંદનથી તિલક કરો. આખો દિવસ મંગલમય રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!