હાલ કરોડપતિઓને પણ ઓક્સિજન બેડ નથી મળી રહ્યા…
હાલમાં કોરોના આખા દેશમાં પ્રકરી ગયો છે અને તેની વચ્ચે દર્દીઓની માટે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી અને તેમને પૂરતો ઓક્સિજન પણ નથી મળી રહ્યો,દર્દીઓના મોત પણ થઇ રહ્યા છે.
ગુજરાતમાં વકરી રહેલ કોરોનાની સ્થિતિને પહોંચી વરવાની માટેનો દાવો પણ સરકારે કર્યો છે અને તેની ઉપરાંત સરકાર ટેસ્ટિંગ પણ વધારી રહી છે તેની સાથે સાથે રાજ્યમાં બેડની અછત નઈ હોવાનો દાવો પણ કરી રહી છે.
સરકારે હાઇકોર્ટને એવું પણ જણાવ્યું હતું કે રવિવારે અમદાવાદ શહેરની કોવીડ હોસ્પિટલમાં ૧૪% જેટલા બેડ ખાલી હતા,અને આખા શહેરના ૨૦% જેટલા બેડ ખાલી હતા.જેની સામે રાજ્યમાં વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે છે,એવા એક સાબરમતીના દર્દીને વેન્ટેલિટર બેડની જરૂરિયાત છે પણ તેઓ સતત એવો બેડ શોધી રહ્યા છે પણ હાલમાં તેમને નથી મળી રહ્યો.
રાજ્ય સરકારના પ્રમાણે કુલ રાજ્યમાં ૭૯,૯૪૪ કોવીડના બેડના ૩૪ % બેડ રવિવારે ખાલી હતા અને તેમાં અમરેલી,ખેડા,મહેસાણા,પાટણ,સુરેન્દ્રનગર,પોરબંદર અને વલસાડ જ્યાં કોઈ બેડ ખાલી નથી.
તેવામાં વલસાડ જિલ્લાના કેવાડા ગામના સુભાષ પટેલને છેલ્લા અઠવાડિયાથી કોરોનાના લક્ષણો છે પણ શનિવારને દિવસે તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત પણ ઉભી થઇ હતી
અને તેનથી તેઓ વલસાડની તમામે તમામ હોસ્પિટલોમાં ફર્યા પણ કોઈ જગ્યાએ બેડ ખાલી નહતો,તો અમે નવસારી પણ ગયા તો પણ ત્યાંએ કોઈ પથારી ખાલી નહતી અને જેથી તેમને ફેમિલી ડોક્ટરની પાસે દવા લેવી પડી હતી અને જો સ્થિતિ ખરાબ થાય તો તેમને દાખલ કરવા પડશે અને આ વખતે સુરત શહેરમાં તપાસ કરવી પડશે જો ત્યાં પણ બેડ ખાલી ના હોય તો શું થશે.