હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી દર વર્ષે કેમ દીકરીઓનું કન્યાદાન કરે છે, જાણો કારણ…
સમાજની સેવાનું નામ આવતા જ કેટલાય લોકો આપણને યાદ આવતા હોય છે અને તેમાંથી એક મહેશભાઈ સવાણી, જેઓ આજ સુધી હજારો દીકરીઓના પાલક પિતા બન્યા છે અને તેમના લગ્ન કરાવ્યા છે. હાલમાં થોડા જ સમય પહેલા ૩૦૦ દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કરીને પાલક પિતા બન્યા હતા.
મહેશ સવાણી પીપી સવાણી ગ્રુપના માલિક છે અને તેઓ ભાવનગરના હીરાના વેપારી છે. તેઓએ આ દીકરીઓના લગ્ન કરાવવાનું એક કારણથી ચાલુ કર્યું હતું અને ત્યારથી તેઓ અંદાજિત ૪૦૦૦ કરતા પણ વધારે દીકરીઓના પાલક પિતા બનીને તેમનું કન્યાદાન કર્યું છે.
આજે તેઓ હજારો પરિવારોના વડા બનીને તેમની વહારે આવ્યા છે.તેઓએ આ દીકરીઓને પરણાવીને સાસરે વળાવવાનું આ એક કારણથી કર્યું હતું જેમાં તેઓએ તેમના ભાભીને તેમની દીકરીઓની જવાબદારી તેમની પર આવી ગઈ હતી,
તો તેઓએ એવું વિચાર્યું કે પિતા વગરની દીકરીઓને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થતી હશે અને આ સાથે તેમના ભાઈની પ્રેરણા પણ તેમને મળી હતી.આમ તેમના ભાઈની દીકરીઓના પણ લગ્ન તેઓએ કરાવ્યા હતા અને તેઓએ દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.
આમ તેઓએ ત્યારથી નક્કી કરી લીધું કે તેઓ પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવશે અને તેમની મદદ કરશે. આ સાથે લગ્નમાં તેઓ દીકરીઓને જરૂરી તમામ સામગ્રી અને વસ્તુઓ પણ ભેટમાં આપીને દીકરીઓને સાસરે વળાવે છે.
આમ આજે દરવર્ષે તેઓ કેટલીય દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને કન્યાદાન કરીને સમાજમાં એક નવી રાહ પણ ચીંધતા હોય છે. આમ જે દિરકીઓના પિતા નથી તેમના પાલક પિતા બનીને મહેશભાઈ સવાણી આજે તેમની બધી જ જવાબદારી ઉપાડી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.