ગુરુવારના દિવસે જો તમે આ ૭ ઉપાય કરશો તો તમારી કિસ્મત બદલી નાખશે,

આપણા હિન્દૂ શાસ્ત્રમાં અઠવાડિયાના દરેકે દરેક વારએ દેવી અને દેવતાઓને સમર્પિત હોય છે જેમાં ગુરુવારનો દિવસએ ભગવાન વિષ્ણુની માટેનો છે અને આ દિવસે જો તમે વિષ્ણુ ભગવાનની એક પૂજા કરશો તો,તમને જીવનની તમામે તમામ પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે આ ગુરુએ એક મહત્વપૂર્ણ ગ્રહ છે.જો કોઈની કુંડળીમાં ગુરુનો ગ્રહ ખરાબ હોય છે તો,માણસ પોતાના જીવનમાં ક્યારેય પ્રગતિ નથી કરી શકતો.

૧) કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ ખરાબ હોય છે તો તે વ્યક્તિને ગુરુવારે મંદિરમાં જઈને કેસર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ તેની સાથે કપાળમાં તિલક પણ લગાવવું જે તમને લાભદાયી નીવડે છે.

૨) ગુરુવારે તમે ધાર્મિક પુસ્તકો દાનમાં આપો,અને આમ કરવાથી તમને બૃહસ્પતિ દેવનો આશીર્વાદ પણ મળશે અને તમારા ભણતર જીવનની બધી મુશ્કેલીઓ પુરી થશે.

૩) ગુરુની કોઈપણ પ્રકારની ખામીઓને દૂર કરવાની માટે તમે જે પાણીથી નહાઓ છો તે પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવાથી તમામ સંકટો દૂર થઇ જાય છે.

૪) ગુરુવારના દિવસે પરિવારના લોકો વ્રત રાખો અને તેમાં કેળાના છોડની પૂજા કરો અને આ ઉપાય કરવાથી તમારા લગ્નજીવનની બધી મુશ્કેલીઓ દૂર થઇ જશે.

૫) કુંડળીમાંનો ગુરુ દોષ હોય તો તેને દૂર કરવાની માટે તમારે ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરવી પડશે અને તેની માટે ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનનો સહસ્ત્રનામનો પાઠ પણ કરો અને આ પાઠને તમારે ખાસ કરીને સૂર્યોદયની પહેલા અને નહાઈને કરવાનો હોય છે.

૬) ગુરુવારના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર પૈસાના આપશો અને કોઈ પણ વ્યક્તિની જોડે ઉધાર પૈસા ના લો અને જો તમે આમ કરો છો તો,તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બહુ જ કથળી બની જશે અને તેનાથી તમને જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

૭) કોઈ પણ વ્યક્તિ ગુરુવારના દિવસે વ્રત રાખે છે તો,તે દિવસે સત્યનારાયણની કથા સાંભળવી અથવા વાંચવીએ જરૂરી જ છે.

error: Content is protected !!