સુખ- સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુરુવારના દિવસે કરો આ ઉપાય.
હિન્દૂ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. ગુરુવારના દિવસે વિષ્ણુ અને લક્ષમીની પૂજા અર્ચના કરવામાં આવે છે. બધા વ્યક્તિઓની કુંડળીમાં ગુરુ ગ્રહની પ્રતિસ્થા ખુબજ સારી હોય તો સફળતા મળે છે.
જે લોકોની કુંડરીમાં ગુરુ ગ્રહની દશા કમજોર હોય છે તેમને જીવનમાં જોવે એવી સફળતા મળતી નથી. ગુરુવારના દિવસે એવા ઉપાયો કરવા જોઈએ કે જેનાથી ગુરુ ગ્રહ મજબૂત થાય જેનાથી સારા પરિણામો પ્રાપ્ત થાય.
ગુરુવારના દિવસે જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ગુરુવારનો ઉપવાસ રાખે છે. તેમને પોતાના જીવનમાં બધા સુખની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. જે લોકોના લગ્નમાં અડચણ આવતી હોય, સંતાન પ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે પછી અભ્યાસમાં તે બધાએ ગુરુવારનો ઉપવાસ કરવો જોઈએ.
ગુરુવારના દિવસે નાહવાના પાણીમાં થોડી હળદર ઉમેરીને નાહવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગુરુવારના દિવસે જો શક્ય હોય તો પીળા રંગના કપડાં પહેરો.
ગુરુવારના દિવસે કેળાના જાડની પૂજા કરો અને ઘી નો દીવો કરીને પાણી અર્પણ કળો. ગુરુવારના દિવસે માથા પર પીળા ચંદનનો તિલક લગાવવો ખુબજ શુભ માનવામાં આવે છે. નોકરી અને ધંધા સબંધિત બધી તકલીફીથી છુટકારો મેળવવા માટે ગુરુવારના દિવસે મંદિરમાં પીળી વસ્તુઓનું દાન કરો.