ગુરુવારના દિવસે કરો આ ઉપાય બેડો પાર થઇ જશે.

શાસ્ત્રો અનુસાર ધન, જ્ઞાન, બુદ્ધિ, ભાગ્ય અને સુખી લગ્ન જીવન માટે ગુરુની પૂજા સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. ગુરુવારના દિવસે ગુરુની પૂજા કરવાથી દરેક પ્રકારની તકલિફોથી છુટકારો મળે છે. ગુરુવારના દિવસે તમે કોઈ સારું કામ કરવા માટે જાઓ છો તો પીળા રંગના કપડાં અથવા પીળો રૂમાલ લઈને જ ઘરેથી નીકળો તમારા બધા કામો સફળ થશે.

ગુરુવારના દિવસે તુલસીના છોડની આજુ બાજુ ઉગેલા નાના ઘાસને તોડીને રૂમાલમાં બાંધીને તેને તિજોરીમાં મુકી દો તમારી ધન સબંધિત બધી તકલીફો દૂર થઇ જશે. દર ગુરુવારે કેળના છોડને પાણી ચઢાવો અને એક દીવો કરો. ગુરુવારના દિવસે વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જાઓ અને તેમને ચણાની દાળ અને ખાંડનો ભોગ ચઢાવો .

જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હોય તો તેમને ગુરુવારના દિવસે તુલસીનો છોડ ભેટ કરો. ગુરુવારના દિવસે ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરો.

ગુરુવારના દિવસે હળદળ અને ચંદનનો તિલક લગાવવો ખુબજ શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે માતા લક્ષ્મીને પીળા લાડવાઓનો ભોગ ચઢાવો તે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.

error: Content is protected !!