ગુરુવારના આ ઉપાયો તમને ધનવાન, શક્તિશારી અને તમારી દરેક ઈચ્છા પુરી કરશે.

ગુરુવાર ગુરુ ને સમર્પિત છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની વિષેશ પૂજા કરવામાં આવે છે. જે લોકોના જીવનમાં ખુબ તકલીફો ચાલી રહી છે. તેમના માટે ગુરુવારનો દિવસ ખુબજ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરીને તમે તમારા જીવનની તકલીફોથી છુટકારો મેળવી શકો છો.

ગુરુવારના દિવસે ગાયને રોટલી અથવા ઘાસ ખવડાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે કોઈ ગરીબને અન્નનું દાન કરો અથવા ભોજન ગ્રહણ કરાવો. ગુરુવારના દિવસે કેળાના

છોડને પાણી ચઢાવવું અને તેની પૂજા કરીને દીવો કરવો ખુબજ શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી તમારા જીવન માંથી ધન સબંધિત બધી તકલીફો દૂર થાય છે. સાથે સાથે બુદ્ધિ અને જ્ઞાનમાં પણ વધારો થાય છે.

માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે કોઈને વ્યાજ પર પૈસા ન આપવા જોઈએ અને કોઈની પાસેથી વ્યાજ પર પૈસા લેવા ના જોઈએ. ગુરુવારના દિવસે કપાળ પર હળદરથી તિલક લગાવો ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

પોતાના ગુરુને મજબૂત કરવા માટે ગુરુવારના દિવસે કોઈ બ્રાહ્મણને વસ્ત્ર દાન કરો જો તમે વસ્ત્ર નથી દાન કરી શકતા તો ફળતો અવશ્ય દાન કરો. જે લોકોને જીવનમાં પૈસાની ખુબજ તકલીફ છે. તેવા લોકોએ ગુરુવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

error: Content is protected !!