ગુજરાતના ૨૪ જેટલા ગામોમાં અને નાના શહેરોની અંદર ત્યાંની જનતાએ જ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું,જાણો ક્યાં-ક્યાં ગામડાં છે.
હાલમાં કોરોનાના કેસો ઘણા વધી રહ્યા છે અને તેની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાની કહેર વધી ગઈ છે અને તેનાથી ગુજરાતના આણંદ,ખેડા,દાહોદ,જામનગર અને જૂનાગઢના ૨૪ જેટલા ગામોની અંદર ત્યાંની જનતાએ જ સ્વૈચ્છિક અને આંશિક લોકડાઉનનો કરવાનો એક નિર્ણય લીધો છે,કચ્છ-મુન્દ્રાના પણ કેટલાક ગામોમાં આંશિક લોકડાઉન કરવામાં આવ્યું
છે.આણંદ,ડેમોલ,રૂપીયાપુરા,પીપળવ,સરસા,વિરસાડમાં છેલ્લા ૨ મહિનામાં માલતજમાં તો સ્વૈચ્છિક લોકડાઉન ચાલી જ રહ્યું હતું અને આ ગામના લોકો સતત કોરોનાથી બચવાની માટે ગાઈડ લાઈનનું પાલન કરી થયા છે.
હાલ આણંદમાં છેલ્લા ૨ મહિનામાં ડેમોલ,રૂપીયાપુરા,પીપલાવ,સરસા,વિરસાડ,માલાજાત,યાંગા,પાંસોરા અને લીગાડા,બોડલ અને કસોરની ગ્રામ પંચાયતોએ આ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન આપી દીધું છે.
અને તેની સાથે સાથે ખેડા જિલ્લાના ૩ તાલુકાઓન કેટલાક ગામો જેમાં વસો તાલુકાના પીજે,કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલીન્દ્ર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલુ થઇ ગયું છે.
હાલ જામનગરના મોતીબેનગર ખાતે ૧ અઠવાડિયાથી જ સ્વૈચ્છિક લોકડાઉન ચાલી જ રહ્યું છે.અને તેવામાં જામજોધપુરની ગોપમાં એક અઠવાડિયાની અગાઉ જ સ્વૈચ્છિક લોકડાઉન આપ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના ટીકર,ધંધુસર ગામ ખાતે હાલ સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પણ અલગ અલગ એસોસિએશનોએ સ્વૈચ્છિક બંધનો એક નિર્ણય ૧૨મી એપ્રિલ સાંજના ૬ વાગ્યા સુધી કરાયો છે.
હવે ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લાઓમાં તમામ ગામો તેમની રીતે સ્વૈચ્છીક રીતે લોકડાઉન કરી રહ્યા છે જેથી કરીને આ કોરોનનું સંક્ર્મણ ઘટાડી શકાય.