રાજકોટની આ 16 વર્ષની દીકરીને પોતાની સારવાર માટે જરૂર હતા 35 લાખ રૂપિયા, ગુજરાતના લોકોએ એટલો પ્રેમ વરસાવ્યો કે ગણતરીના દિવસોમાં જ 35 લાખ ભેગા થઇ ગયા.

રાજકોટના લાખાણી પરિવારની દીકરીને પોતાના ઓપરેશન માટે 35 લાખ રૂપિયાની જરૂર હતી. 16 વર્ષની શ્રેયા લાખાણીને થેલેસેમીયાની બીમારી હતી તેના માટે તેમને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની જરુર છે.

આના માટે તેમનું કોલકાતામાં ઓપરેશન થવાનું છે અને તેના માટે શ્રેયાને 35 લાખ રૂપિયાની જરૂર હતી. શ્રેયાના પિતાની એવી સ્થિતિ ન હતી કે તેઓ આ ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકે.

35 લાખની સગવડ આ પરિવાર ક્યાંથી કરે માટે પરિવાર દીકરીના ઓપરેશન માટે ખુબજ ચિંતિત રહેવા લાગ્યો. પરિવાર દ્વારા સોસીયલ મીડિયાનો પણ સહારો લીધો પણ ત્યાંથી 4 લાખ જેટલી જ રકમ ભેગી થઇ શકી.

આ પછી શ્રેયાના પિતાએ રાજકોટની રઘુવંશી યુવા સંસ્થાનો સંપર્ક કર્યો અને તેમના દ્વારા પણ સોસીયલ મીડિયા પર વિડીયો બનાવીને વાઇરલ કરવામાં આવ્યો.

આ ઘટનાની જાણ થતા જ ઘણી ન્યુઝ ચેનલો દ્વારા પણ શ્રેયાનો અહેવાલ ટીવી પર દર્શાવવામાં આવ્યો. આ પછી શ્રેયાને ગુજરાતના લોકોને ખુબજ પ્રતિસાદ મળ્યો અને થોડા જ સમયમાં 35 લાખ રૂપિયાની રકમ ભેગી થઇ ગઈ.

આ સાથે જ શ્રેયાએ અને તેના માતા પિતાએ ગુજરાતના લોકોનો ખુબજ આભાર માન્યો. હવે કોલકતામાં શ્રેયાનું બોનમેરોના ઓપરેશનની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!