ગુજરાતના આ ગામોમાં અને શહેરોમાં ૫ દિવસનું સ્વૈચ્છિક જનતા કર્ફ્યુ લાદવામાં આવ્યું.

કોરોનાની સ્થિતિ હાલમાં ખુબ જ વણસી ગઈ છે અને તેનાથી લોકોની સ્થિતિ ખુબ જ ખરાબ બની ગઈ છે.લોકોને કોરોના વધુને વધુ થઇ રહ્યો છે,હાલમાં દવાખાનાઓ પણ પુરા ઉભરાઈ રહ્યા છે,દવાખાનાની અંદર દાખલ થવાની માટે પણ લોકોને ૩-૪ કલાક રાહ જોવી પડે છે.તેની વચ્ચે ઓક્સિજનની અછત પણ સર્જાઈ છે.

જેથી કરીને મોટા આંકડાઓમાં કોરોનાના કેસો આવી રહ્યા છે અને દર્દીઓને પણ તેનો સામનો કરવો પડી રહ્યો છે.જે લોકોના કોરોનાથી મૃત્યુ થઇ જતા હોય છે તેઓને પણ અંતિમ વિધિ કરવાની માટે સ્મશાનની બહાર ૩-૪ કલાક રાહ જોવી પડે છે.લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન માટે પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત,વડોદરા,રાજકોટ અને અમદાવાદ આ ચાર મહાનગરોની સહીત ગુજરાતના કેટલાય રાજ્યોની અંદર સ્વૈચ્છિક લોકડાઉન પણ લોકો કરી રહ્યા છે.હાલમાં બનાસકાંઠામાં પાલનપુરમાં સ્વૈચ્છીક જનતા કર્ફ્યુ લાવાવમાં આવ્યો છે

અને આ ૫ દિવસ સુધી સદંતર બંધ રહેશે.તેની સાથે સાથે ધાનેરા,દિયોદર,વડગામ,થરાદ પંથક બંધ કરવામાં આવ્યો છે.કોરોનાના વધતા કેસોને લીધે વ્યાપારીઓ અને તંત્રએ આ સ્વૈચ્છિક જનતા કર્ફ્યુ ને અમલમાં લાવ્યા છે.

લોકડાઉન બાબતે સરકાર દ્વારા કોઈ એવી કોઈ વિચારણા નથી કરવામાં આવી ત્યારે જનતા જ સામે આવી છે,અને તેમાં હાલ જનતા જ સામે આવી છે.થોડા દિવસોની અગાઉ અહીંનું તંત્ર અને વ્યાપારી મંડળની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.જેથી અહીંયા સ્વૈચ્છિક જનતા કર્ફ્યુ અમલમાં લાવવામાં આવ્યો છે.

error: Content is protected !!