ગુજરાતનું આ ગામ કે જ્યાં સ્મશાનની આગ ઓલવાઈ નથી, અહીંયા સૌથી વધુ કોરોનાથી મૃત્યુ થયા છે.

કોરોનાની મહામારીએ હાલ હાહાકાર મચાવી દીધો છે, જેથી દર્દીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. આમને આમ મૃત્યુ થતા લોકોમાં સૌથી વધુ ભય ફેલાયો છે. તેની વચ્ચે ભારત સહીત ગુજરાતના કેટલાય ગામોમાં મૃત્યુનો અંક વધી રહ્યો છે. લોકો હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડ માટે પણ તડફડિયા મારી રહ્યા છે અને ઓક્સિજન પણ લોકોને પૂરતો નથી મળતો.

તેની વચ્ચે ગુજરાતના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં ૧૩,૦૦૦ ની વસ્તી ધરાવતું એક ગામ છે અને આ ગામમાં કોરોનથી મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે.

આ ગામમાં છેલ્લા ૨૦ દિવસમાં ૧૦૦ જેટલા લોકોના કોરોનથી મૃત્યુ થયા છે. જેથી ચોગઠ ગામમાં કોરોનાએ તેનો કાળો કહેર વરસાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસે અને દિવસે પાંચ થી સાત જેટલા લોકોના મૃત્યુ થઇ રહ્યા છે.

તેમ છતાં તંત્રએ લોકોના આરોગ્ય વિષે કોઈ ખાસ પગલાં લેવાયા નથી. આ ગામના રહેવાસીઓ પણ એવું જણાવી રહ્યા છે કે આ ચોગઠ ગામમાં આશરે ૧૦૦૦ કોરોનાના કેસો હશે.

જેમાં ૧૫ દિવસોમાં ૯૦ થી ૧૦૦ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. રહેવાસીઓ એવું પણ કહે છે કે, જો ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ જીવ ગુમાવ્યા હોય તેવું ગામ હોય તો એ કમનસીબે અમારું ચોગઠ ગામ છે અને આ બાબતે અમને ખુબ જ મોટું દુઃખ છે.

ગામના રહેવાસીઓનું એવું કહેવું છે કે, આ ગામના લોકો હાલમાં ભયના માહોલમાં તેઓનું જીવન જીવી રહ્યા છે, જેમાં અહીંયા પ્રાથમિક સુવિધાથી માંડીને બીજી કોઈ સુવિધાઓ આ ગામમાં નથી.

જેમાં હાલ સરકારી દવાખાનાઓમાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે જેથી કોઈનો વારો આવે એમ નથી. તેની સાથે સાથે દુઃખદ વાત તો એ છે કે આ ગામના સ્મશાનની આગ હજુ ઓલવાઈ નથી તેવો આક્રંદ સર્જાયો છે.

error: Content is protected !!