શું તમને ખબર છે કે ગુજરાતમાં સૌ પ્રથમ કોરોના કોને થયો હતો, તે ક્યાંના છે અને અત્યારે શું કરે છે?
કોરોનાએ લોકોના હાલ બેહાલ કરી દીધા છે. ત્યારે બધા લોકોના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ગુજરાતમાં આ મુવા કોરોનાને કોણ લાવ્યું? ગાય વર્ષથી કોરનાએ દેશમાં પગ પેસારો કર્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ કોરોના કેસ રાજકોટમાં નોંધાયો હતો. રાજકોટના નદીમ નામના વ્યક્તિને ગુજરાતમાં સૌ પ્રથમ કોરોના થયો હતો.
નદીમ કોરોનાનું સંક્રમણ વધતા સાઉદી અરબથી પોતાના વતન રાજકોટ પરત આવ્યા હતા. રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.
હાલ નદીમ કોરોના દર્દીઓના પરિવારની તરસ બુજાવી રહયા છે. જે રાજકોટ હોસ્પિટલની બહાર ઠંડા પાણીની બોટલોનું વિતરણ કરે છે. કોરોનાની બીજી લહેરમાં નદીમ લોકોની તરસ બુઝવીને પુણ્યનું કામ કરી રહયા છે.
નદીમે પોતાની સારવાર લીધા પછી બીજા દર્દીઓનું જીવન બચાવવા માટે પ્લાઝમા પણ ડોનેટ કર્યા છે. હાલ નદીમ લોકો માટે માનવતાનું ઉત્તમ ઉદાહર બેસાડી રહ્યા છે.
નદીમે રાજકોટ વાસીઓને એક અપીલ કરીકે હજુ કોરોના સમાપ્ત થયો નથી માટે કોરોના ગાઈડ લાઈન ફોલો કરો અને ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક જરૂર પહેરો અને પોતાના પરિવારનું ધ્યાન રાખો.