રાજ્યમાં એકબાજુ મેડિકલ સ્ટાફની અછત સર્જાઈ છે. એવામાં ડૉક્ટરોની હડતાલ કોરોના દર્દીઓ માટે ખુબજ ઘાતક સાબિત થઇ શકે છે.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ઓક્સિજનની અછતથી લઈને હોસ્પિટલોમાં બેડ ન મળવા એવામાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવાઓ પણ નથી મળી રહી. આ પરિસ્થિતિમાં ડોક્ટરોની ભૂમિકા ખુબજ મહત્વની છે.
ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં ડોક્ટરો સરકાર સામે લડી લેવના મૂડમાં દેખાઈ રહયા છે. ડોક્ટરો સ્ટાઈપેન્ડ ન મળતા હડતાલ પર જવાની જાહેરાત કરી રહ્યા છે.
ડોક્ટરોએ સરકારને લેખિતમાં આપ્યું છે કે દર 3 વર્ષે પગારમાં વધારો થવો જોઈએ જે ઘણો સમય વીતી ગયા પછી પણ નથી થયો. આ મુદ્દે ઘણીવાર લેખિતમાં આપ્યા છતાં કોઈ જવાબ ન આવતા ડોક્ટરોએ 1 મેં થી હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી છે. ડોક્ટરો કહી રહ્યા છે કે અમે કોરોનામાં ડ્યુટી કરવાના વધારે પૈસા નથી માંગી રહયા.
છેલ્લા દોઢ મહિનાથી વારંવાર કહેવા છતાં પણ અમારી વાત કોઈ સાંભરતું જ નથી એટલે સુરત શહેરના તમામ ડોક્ટરો 1 મેં થી હડતાલ પર જઈ રહ્યા છે. નિયમો અનુસાર દર 3 વર્ષે સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઈએ જે નથી થઇ રહયો.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર જ્યાર સુધી સ્ટાઈપેન્ડ નિયમો અનુસાર વધારો નહિ કરવામાં આવે ત્યારસુધી કામે પાછા જવામાં નહિ આવે. હાલ રાજ્યમાં મેડિકલ સ્ટાફની ભારે અછત સર્જાઈ રહી છે એવામાં ડોક્ટરોની આ હડતાલ દર્દીઓ માટે ખુબજ ઘાતક સાબિત થઇ શકે છે.