ગુજરાતમાં હવે આધારકાર્ડ વગર પણ વૃદ્ધો રસીકરણ સરળ રીતે મેળવી શકેશે. જાણો કઈ રીતે

આ કોરોનાની મહામારીના લીધે આપણા ગુજરાતમાં દિન પ્રતિદીન કેસો વધી રહ્યા છે અમે તેની માટે સરકારે જેમ બને તેમ વધારે લોકોને રસી આપી શકાય તેની માટે રાજ્ય સરકાર વિજય રૂપાણીએ મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.અને તેની અંતર્ગત હવે નિરાધાર લોકો અને વૃદ્ધોને આધારકાર્ડ બતાવ્યા વગર પણ રસી લઇ શકશે.

ગુજરાત રાજ્ય સરકારે નક્કી કરેલા આ નવા આદેશ પ્રમાણે હવેથી કોરોનાની રસી મેળવવાની માટે આધારકાર્ડની કોઈ જરૂર નથી અને જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયને લઈને રાજ્યમાં વસી રહેલા ભિખારીઓ,વૃદ્ધાશ્રમ,અપંગો અને કલ્યાણ સંસ્થાઓમાંના ૪૫ વર્ષના કોમોરબિડથી પીડાતા એવા લોકોને આધારકાર્ડ વગર કોરોનાની રસી આપી શકાય તેની માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આરોગ્ય વિભાગને ગુજરાતમાં રસીકરણના વિષે જણાવતા કહ્યું હતું કે,અત્યારે દોઢ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે અને આ રસીકરણ જેમ બને એમ એક દિવસમાં ૩ લાખ લોકોને આપવાનો પણ નિર્ણય લેવાયો હતો.

ગુજરાતમાં હાલ સુધી ૩૯.૩૬ લાખ લોકોને કોરોનાની રસી અપાઈ હતી અને તેમના ૩૨,૭૪,૪૭૯ લોકોને કોરોનાને પહેલો ડોઝ અપાયો હતો અને તેમાંથી ૬,૦૩,૬૯૩ લોકોને તો રસીનો બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

અને તેવામાં જ કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશમાં વધતા કોરોનના કેસોની વચ્ચે નિવારણની માટે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી હતી.અને ત્યાં તેની નવી માર્ગદર્શિકા ૧ એપ્રિલથી ચાલુ થશે.અને તે ૩૦મી એપ્રિલ સુધી લાગુ જ રહેશે.

જેની વિષે ગૃહ મંત્રાલયે એવું કીધું કે,રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ બધાજ ભાગોમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ પ્રોટોકોલનો પણ કડક અમલ થશે અને તેમાં આરટી-પીસીઆર પરીક્ષણ વધારવું જ જોઈએ.

error: Content is protected !!