અમદાવાદમાં આટલી સેવાઓ માટે સ્ટીકરો આપવામાં આવશે…

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવી દીધી છે અને જેથી લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. લોકોની મોટી લાઈનો પણ હોસ્પિટલ અને સ્મશાનોની બહાર જોવા મળે છે.

આ બાબતે ૧૦૮ પણ દર્દીઓને બે-ત્રણ દિવસે મળી રહી છે. તેની વચ્ચે હાલમાં જ આપણા સીએમ સાહેબે હાલમાં નવી ગાઇડલાઇન જારી કરી છે જેમાં ૨૦ શહેરોની જગ્યાએ ૨૯ શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાવી દીધો છે.

આ કોરોનાની ચેન તોડવાની માટે રાજ્ય સરકારે કેટલીક આવશ્યક સેવાઓની સાથે માટે તે લોકોને નાઈટ કર્ફ્યુમાં અવર-જવર કરવાની પરવાનગી પણ આપી છે. પરંતુ આ સેવાના નામે કેટલાક લોકો ખાલી ખાલી રખડે છે અને પોલીસની ઝપેટમાં આવતા હોય છે અને તેથી જ અમદાવાદ પોલીસે આવશ્યક અને ઇમરજન્સી સેવાઓની માટે કેટલાક સ્ટીકરો બનાવ્યા છે.

જે પ્રમાણે માહિતી મળી છે તે રીતે આ સ્ટીકર પ્રથમ ૩ રંગના સ્ટીકરો લગાડવામાં આવશે, જેમાં લાલ, લીલા અને પીળા રંગના છે. આ સ્ટિકરોમાં લાલ રંગના સ્ટીકરોએ મેડિકલ સ્ટાફ અને આરોગ્ય સેવા આપતા લોકોને આપવામાં આવશે.

લીલા રંગના સ્ટીકરોએ ખાદ્ય સામગ્રી, દૂધ, ફળો, અને શાકભાજીની સેવા અને પેકીંગ ફૂડ આપતા લોકોની માટે આ રંગના સ્ટીકરો આપવામાં આવશે. પીળા રંગના AMC ના કર્મચારીઓ, ટોરેન્ટના કર્મચારીઓ, ટેલિફોન સર્વિસ અને મીડિયાના લોકોની માટે પીળા રંગના સ્ટીકરો આપવામાં આવશે. જાહેરનામાની અનુસાર આ ના કરનારની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

error: Content is protected !!