હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આ તારીખથી ચોમાસુ બેસશે, જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસુ?

ગુજરાતમાં તાઉતે વાવાજોડાએ ઘણા ગામોમાં તબાહી મચાવી છે. અસરગ્રસ્થ વિસ્તારોમાં હાલ રાહતના કાર્યો ચલાવવામાં આવી રહયા છે. ત્યારે વાવાજોડા બાદ સવાલો એ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસ શે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના પશ્ચિમ ભાગમાં ચોમાસુ 1 જૂનથી બસી જશે. હાલ ચોમાસુ અંદમાન નિકોબાર સુધી પહોંચી ગયું છે. એક અઠવાડિયા પહેલા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેરળમાં ચોમાસુ 31 મેં સુધી પહોંચી જશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસુ બેસી જશે. કેરળમાં સમયસર ચોમાસુ શરુ થશે એટલે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસુ સમયસર બેસી જશે. ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં પણ ચોમાસુ સમયસર બેસવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસુ સામાન્ય રહેવાનો એ અર્થ છે કે વરસાદ સારો થશે. હવામાન વિભાગ દ્વાર જણાવવામાં આવ્યું છે કે તાઉતે વાવજોડાની કોઈ જ અસર ચોમાસા પર નહિ થાય એટલે ચોમાસુ તેને નક્કી સમયસીમા પર આવશે અને આ વર્ષે વરસાદ સારો પડશે.

error: Content is protected !!