ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જલદીજ બદલાઈ જશે, સુરતથી આવ્યા રાહતના એક મોટા સમાચાર.
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની ડાઈમંડસીટી તરીકે ઓળખાતું સુરત અત્યારે બદસુરત બની ગયું છે.કોરોનાએ સુરતની ખુબજ ખરાબ હાલત કરી છે.સુરતની હોસ્પિટલોની ખુબજ ભયકંર તસવીરો પણ વાઇરલ થઇ હતી.પણ હવે સુરત અને આખા ગુજરાત માટે ખુશીના સમાચાર આવી રહયા છે.એક રિપોર્ટ અનુસાર સુરતની હોસ્પિટલોમાં હવે કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે.
સુરતમાં કોરોનાનો રિકવરી રેટ વધતા ગુજરાતના લોકોમાં આશાનું એક કિરણ જાગ્યું છે.કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસમાં ખુબજ વધારો થયો હતો.જેના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડિસવીર ઈન્જેકશનની અછત સર્જાઈ હતી.
જેથી સ્થિતિ ખુબજ ભયજનક બની ગઈ હતી.પરંતુ લગભગ 2 મહિના પછી સ્થિતિ સુધરવા લાગી છે.સુરતમાં ઓક્સિજન અને રેમડિસવીર ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાથી કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધી ગયો છે.
સુરતમાં દાખલ 1200 દર્દીઓએ 50 ટન ઓક્સિજનનો ઉપયોગ કર્યો હતો અને અને લગભગ 15 હજાર રેમડિસવીર ઈન્જેકશનનો વપરાશ થયો હતો.સુરત સિવિલ હોસ્પિટલે પાછલા એક અઠવાડિયામાં દર્દીઓ પ્રતે ખુબજ ગંભીરતા દાખવી હતી
અને સારી સારવાર આપી હતી જેન લીધે કોરોના પેશન્ટોનો રિકવરી રેટ વધ્યો છે.આથી ગુજરાતમાં ફરી એકવાર લોકોને કોરોનાને હરાવવાની આશા બંધાઈ છે.કોરોનાને કારણે મોતને ઘાટ ઉતરી રહેલા લોકોમાં હવે સુરતમાં રિકવરી રેટ વધતા લોકોમાં એક આશાનું કિરણ બંધાયું છે.