ગુજરાત હાઈકોર્ટે કોરોનાના વધી રહેલા કેસો પર વિચારણા કરી, શું લોકડાઉન થશે કે નઈ જાણો?

હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક નિર્દેશો પણ આપ્યા છે.અને ગુજરાત હાઈ કોર્ટે એવી ટિપ્પણી પણ કરી છે કે રાજ્યમાં લોકડાઉનની જરૂરીયાત છે

અને તેની માટે રાજ્ય સરકારે જલ્દીથી નિર્ણયો લેવા જ જોઈએ.જેમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની રાજ્ય સરકાઈને ૩ થી ૪ દિવસનો કર્ફ્યુ અને સપ્તાહની અંતે કર્ફ્યુ લાવવાનો આદેશ પણ આપ્યો છે.

ગુજરાતની અંદર કોરોનાના કેસો હાલ સતત વધી રહ્યા છે અને જેમાં ગુજરાતમાં પહેલઈ વખતે ત્રણ હજારથી પણ વધારે કેસો નોંધાયા છે.ગુજરાત આરોગ્ય વિભાગે સોમવારે સાંજે જારી કરેલી આંકડા પ્રમાણે અહીં રેકોર્ડ ૩૧૬૦ જેટલા નવા કેસ નોંધાયા છે.

અને પોઝિટિવ લોકોની સંખ્યા વધીને ૩,૨૧,૫૯૮ થઇ છે.અને તેમાંથી ૧૫ જેટલા લોકોના મોત પણ થઇ ગયા છે, અને ૨૦૩૮ દર્દીઓ સાજા પણ થયા છે.

રાજ્યમાં સોમવારે કોરોનાથી પોઝિટિવ લોકોની સંખ્યા વધીને ૩,૨૧,૫૯૮ જેટલી થઇ ગઈ છે અને રાજ્યની અંદર મૃત્યુઆંક ૪૫૮૧ થયો છે અને તેની સાથે સાથે ૩,૦૦,૭૬૫ જેટલા દર્દીઓ સાજા થયા છે.

હાલમાં સક્રિય કેસની કુલ સંખ્યામાં વધારો થઈને ૧૬,૨૫૨ થઇ છે અને તેમાંથી ૧૬૭ જેટલા દર્દીઓની હાલત ખરાબ છે,૧૬,૦૮૫ દર્દીઓ સાજા પણ થઇ ગયા છે.

છેલ્લા ૨૪ કલાકની અંદર અમદાવાદમાં ૭૮૭ જેટલા કેસો અને ૬ લોકોના કોરોનાથી મોત થયા છે અને તેતવમાં જ સુરતમાં ૭૮૮ કેસો નવા આવ્યા છે અને ૭ લોકોના મોત થયા છે,તેની સાથે સાથે વડોદરામાં ૩૩૦ અને રાજકોટમાં ૩૧૧ કેસો નોંધાયા છે.

error: Content is protected !!