ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર રૂપાણી સરકારને જાટકી અને આ નિર્દેશ કર્યા ?

ગુજરાતમાં કોરોનાના કેસો કુદકેને ભૂસકે વધી રહ્યા છે.ત્યારે ગુજરાત હાઈકોર્ટએ રૂપાણી સરકારને ટકોર કરી છે.કોરોનામાં ગુજરાત સરકારની કામગીરી અંગે સોગંધ નામું જાહેર કરવાનું કહ્યું છે.

હાઇકોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકારે સોગંધનામું રજુ કર્યું હતું.જેને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ સુનાવણીમાં ગુજરાત સરકારે કબુલ્યું કે હાલ મેડિકલ સ્ટાફની ભારે અછત છે.

રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહ્યા છે અને દર્દીઓને પોતાની સારવાર માટે હોસ્પિટલમાં બેડ જ નથી મળી રહયા.અમદાવાદ,સુરત,

વડોદરા જેવા શહેરોમાં તો ખુબજ ભયંકર સ્થિતિ સર્જાઈ છે.આ સાથે જ ગુજરાત સરકારે કહ્યું કે આવનાર અઠવાડિયામાં ગુજરાતની 5 મોટી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થઇ શકે છે.

આવનાર સમયમાં એક દિવસમાં ૧.૫ લાખ RTPCR ટેસ્ટ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.હાઇકોર્ટમાં રૂપાણી સરકાર દ્વારા 82 પાનાનું સોગંધનામું બહાર પાડવામાં આવ્યું હતું.

અને સ્થિતિને પોહંચી વરવામાં સક્ષમ હોવાનો દાવો કર્યો હતો.સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં પૂરતા પ્રમાણ ઓક્સિજન અને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે.

ત્યારે હાઇકોર્ટે પણ સરકારને ટકોર કર્યો હતો કે તમે ભારત સરકારના આંકડા સાથે ગુજરાતની સરખામણી ના કરો તમે ફક્ત ગુજરાતની ચિંતા કરો.કોર્ટે વધુમાં કહ્યું કે માત્ર 108 માં આવતા દર્દીઓને જ એક દાખલ કરવામાં આવે છે બીજા દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી.આવા પ્રશ્નો કોર્ટે ગુજરાત સરકારને કર્યા હતા.

error: Content is protected !!